ફિલ્મ ‘સેમ બહાદુર’ જોવાનો વિચાર હોય તો જુઓ આનંદ મહિન્દ્રાએ આના વિશે શું કહ્યું

PC: freepressjournal.com

ભારતના પહેલા ફીલ્ડ માર્શલ સેમ માનેકશૉના જીવન પર આધારિત વિકી કૌશલ સ્ટારર ફિલ્મ સેમ બહાદુર આજે પહેલી ડિસેમ્બરના રોજ રીલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મને જોવા લોકો સિનેમાઘરોમાં જઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પહેલાથી જ શરૂઆતી સમીક્ષાઓ અને વિચારોથી ગુલઝાર છે. આ પ્રતિક્રિયાઓની વચ્ચે ઉદ્યોગપતિ આંનંદ મહિન્દ્રાએ પણ ફિલ્મ પર પોતાના વિચાર રજૂ કર્યા છે.

એક્સ પર મહિન્દ્રાએ લખ્યું કે, જ્યારે કોઈ દેશ આવી ફિલ્મ બનાવે છે જે પોતાના નાયકોની કહાનીઓ દર્શાવે છે તો એક શક્તિશાળી પુણ્ય ચક્ર બને છે. ખાસ કરીને સૈનિકોના નેતૃત્વ અને સાહસની કહાનીઓ વિશે. લોકોનો ગૌરવ અને આત્મવિશ્વાસ ખૂબ જ વધી જાય છે. જ્યારે લોકોને ખબર પડે છે કે તેમનો સાહસ સન્માનિત થશે તો વધુ નાયકો સામે આવે છે. હોલિવુડે એક સદી માટે આવા પુણ્ય ચક્રનું નિર્માણ કર્યું છે. તેથી અમારા માટે આવી ફિલ્મો બનાવવા માટે રોની સ્ક્રૂવાલાનો આભાર.

તેમણે આગળ કહ્યું, ફિલ્મ ફ્લોલેસ નથી પણ વિકી કૌશલ રૂંવાળા ઊભા કરી દે છે અને પુરસ્કાર વિજેતા પાત્ર સેમ બહાદુરમાં ભળી જાય છે. આ ફિલ્મને જુઓ અને એક પ્રામાણિક ભારતીય હીરોનો ઉત્સાહ વધારો.

ખેર, ન માત્ર આનંદ મહિન્દ્રા બલ્કે અન્ય ઘણાં લોકો પણ આ ફિલ્મને લઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના વિચાર રજૂ કરી રહ્યા છે. ફીલ્ડ માર્શલ સેમ માનેકશૉ પર આધારિત આ ફિલ્મ તેમના 4 દશકાના સૈન્ય કરિયરને દર્શાવે છે. જ્યાં તેમણે પાંચ યુદ્ધ લડ્યા અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતના થલ સેનાધ્યક્ષ હતા.

આ ફિલ્મમાં ભારતના દિવગંત પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની ભૂમિકામાં ફાતિમા સના શેખ અને સેમની પત્ની સિલ્લૂની ભૂમિકામાં સાન્યા મલ્હોત્રા જોવા મળશે. આ ફિલ્મને મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી છે.

જણાવીએ કે, આ ફિલ્મની સાથે સાથે સિનેમાઘરોમાં રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' પણ રીલિઝ થઇ ચૂકી છે. ફિલ્મ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ બનાવી છે. રણબીર ઉપરાંત આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ ખાસ ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp