અનંત-રાધિકા આજે પ્રભુતામાં પગલા પાડશે, 2500 વાનગી પીરસાશે, રિટર્ન ગિફ્ટમાં...
અનંત- રાધિકાના લગ્નના મુખ્ય કાર્યક્રમો આજથી એટલે કે 12 જુલાઇથી શરૂ થઇ રહ્યા છે જે 14 જુલાઇ સુધી ચાલશે. 12 જુલાઇએ લગ્ન છે. સાંજે અનંતનો વરઘોડો નિકળ્યો અને રાત્રે 8 વાગ્યા લગ્ન થવાના છે. અંબાણી પરિવારના લગ્ન હોય એટલે સ્વાભાવિક રીતે જ જાજરમાન જ હોવાના. લગ્નની થીમ બનારસના યશોગાન પર રાખવામાં આવી છે.
અનંત રાધિકાના લગ્નમાં 2500 કરતા વધારે વાનગીઓ પીરસવામાં આવશે. ઇન્ડોનેશિયાની કોકોનટ કેટરીંગ 100થી વધારે નારીયેળની વાનગી રજૂ કરશે. મહેંદીનું કામ વીણા નાગડાને સોંપવામાં આવ્યું છે. 13 તારીખે રાધિકાની એન્ટ્રી અનોખી હશે. 60 ડાન્સર સાથે રાધિકા પરફોર્મ કરશે. અંબાણી પરિવારના તમામ સભ્યો માટે Z સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. VVIP મહેમાનો માટે રિટર્ન ગિફ્ટમાં કરોડો રૂપિયાની ઘડિયાળ રાખવામાં આવી છે તો અન્ય મહેમાનોને પણ મોંઘીદાટ રિટર્ન ગિફ્ટ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp