અનંતના લગ્નનું કાર્ડ વાયરલ, અક્ષય કુમારને સોના-ચાંદીથી બનેલું કાર્ડ આપવા ગયા

PC: jagran.com

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે શહનાઈ વાગવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેમના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. તે 12 જુલાઈએ મુંબઈમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સપ્તપદીના સાત ફેરા લેશે. પહેલા ગુજરાતના જામનગરમાં અને પછી ક્રુઝ પર પ્રી-વેડિંગ પાર્ટી પછી હવે આખો અંબાણી પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયો છે. નીતા અંબાણીએ કાશીમાં બાબા વિશ્વનાથના ચરણોમાં તેમના પુત્રના લગ્ન માટેનું પહેલું આમંત્રણ કાર્ડ આપ્યું હતું, ત્યાર પછી અનંત તેમના ખાસ મિત્રો અને મહેમાનોને આમંત્રણ આપવા માટે નીકળી પડ્યા છે. અજય દેવગન પછી હવે તે અક્ષય કુમારના ઘરે પહોંચ્યો અને તેને ચાંદીથી બનેલું મંદિર જેવું લગ્નનું કાર્ડ આપ્યું. સોશિયલ મીડિયા પર લગ્નના કાર્ડનો વીડિયો વાયરલ થયો છે, જેમાં ભગવાન શિવ, ગણેશ અને રામની મૂર્તિઓ છે.

મળતી માહિતી મુજબ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહ 12મી જુલાઈએ શરૂ થશે અને 14મીએ સમાપ્ત થશે. આ ઉજવણીમાં દેશની મોટી હસ્તીઓ ભાગ લેશે. અનંત પોતે પોતાના લગ્ન માટેના આમંત્રણો વહેંચવા નીકળી પડ્યા છે. પહેલા તે અજય દેવગનના ઘરે પહોંચ્યો અને હવે અક્ષય કુમારના ઘરેથી નીકળતી વખતે તેની તસવીર સામે આવી છે.

અનંત અને રાધિકાના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જે ખૂબ જ અનોખું છે. તેમાં ઘણા હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ અને ફ્રેમ્સ છે. તે દેખાવમાં ચાંદીના નાના મંદિર જેવું લાગે છે. બોક્સ ખોલતાની સાથે જ બેકગ્રાઉન્ડમાં એક હિન્દી મંત્ર વાગવા લાગે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, પહેલા દિવસે એક શુભ લગ્ન સમારોહ યોજાશે. આ ખાસ દિવસ માટે ભારતીય પરંપરાગત ડ્રેસ કોડ છે. બીજા દિવસે 13મીએ આશીર્વાદ સમારોહ યોજાશે, જેમાં મહેમાનોએ ભારતીય ઔપચારિક ડ્રેસ પહેરીને આવવાનું રહેશે. 14મી જુલાઈએ લગ્નનું રિસેપ્શન અને મંગલ ઉત્સવ થશે. આ ફંક્શનમાં ભારતીય ચીક ડ્રેસ કોડ છે.

આ અગાઉ, અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટી 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાઈ હતી, જેમાં માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશી સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. ગ્લોબલ પોપ સ્ટાર રિહાન્નાએ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. આ પછી 29મી મેથી 1લી જૂન સુધી ક્રુઝ પાર્ટી થઈ, જે ઈટાલીમાં પૂરી થઈ. આ પાર્ટીમાં દુનિયાભરની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ પાર્ટી 7500 કરોડ રૂપિયાના ક્રૂઝ પર થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp