'નો એન્ટ્રી 2'માં કામ ન આપવાથી ભાઈ બોનીથી નારાજ અનિલ, બોની કહે- તે વાત નથી કરતો
અનિલ કપૂર અને બોની કપૂર વચ્ચે ભાઈબંધી સિવાય મિત્રતાનો સંબંધ પણ છે. અનિલ કપૂરે બોનીની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બોનીએ ફિલ્મ નો એન્ટ્રી બનાવી હતી, જેમાં સલમાન ખાન, અનિલ કપૂર, ફરદીન ખાન, એશા દેઓલ, લારા દત્તા, બિપાશા બાસુ અને સેલિના જેટલી મુખ્ય ભૂમિકામાં હતા. હવે આ ફિલ્મની સિક્વલને લઈને અનિલ તેના ભાઈ બોનીથી નારાજ છે. બોનીએ પોતે આ વિશે જણાવ્યું.
જ્યારથી નો એન્ટ્રી 2 નું ઓનલાઈન કાસ્ટિંગ લીક થયું છે, ત્યારથી અનિલ ભાઈ બોની સાથે બરાબર વાત કરતા નથી. આ ફિલ્મ માટે વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અર્જુન કપૂરને કાસ્ટ કરવામાં આવ્યા હોવાના અહેવાલ હતા. બોનીએ મીડિયા સૂત્રો સાથે વાત કરતાં કહ્યું, 'હું મારા ભાઈ અનિલને નો એન્ટ્રીની સિક્વલની કાસ્ટ વિશે જણાવું તે પહેલાંથી જ તે ગુસ્સે હતો, કારણ કે સમાચાર પહેલેથી જ લીક થઈ ગયા હતા. આ સમાચાર લીક થયા તે ખૂબ જ ખરાબ છે. હું જાણું છું કે, તે નો એન્ટ્રીની સિક્વલનો ભાગ બનવા માંગતો હતો, પરંતુ તેમાં કોઈ જગ્યા જ નહોતી. હું તેને સમજાવવા માંગતો હતો કે, મેં આવું કેમ કર્યું.
વરુણ, અર્જુન અને દિલજીતના કાસ્ટિંગ અંગે બોનીએ કહ્યું કે, વરુણ અને અર્જુન સારા મિત્રો છે. વાર્તામાં તેમની કેમેસ્ટ્રી સારી રીતે બહાર આવશે અને દિલજીત લાજવાબ છે. તેની મોટી ફેન ફોલોઈંગ છે. હું તેને આજના જમાના પ્રમાણે બનાવવા માંગુ છું. તેથી જ મેં આ કાસ્ટિંગ કર્યું છે.
બોનીએ આગળ કહ્યું, 'હજુ સુધી મારો ભાઈ મારી સાથે વાત કરતો નથી. હું આશા રાખું છું કે બધું જલ્દી સારું થઈ જશે. જોઈએ, શું થાય છે.'
મીડિયા સૂત્રોની રિપોર્ટ અનુસાર, નો એન્ટ્રીની સિક્વલનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં જ થશે અને ફિલ્મ 2025માં રિલીઝ થશે. જો કે, તારીખને લઈને હજુ સુધી કંઈપણ જાહેરાત કરવામાં આવી નથી. અહીં તમને જણાવી દઈએ કે, નો એન્ટ્રી રિલીઝ થયાને 20 વર્ષ થઈ ગયા છે. ફિલ્મ નો એન્ટ્રી વર્ષ 2005ની હિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મને દર્શકોએ ઘણી પસંદ કરી હતી.
આ દિવસોમાં બોની કપૂર પોતાના પ્રોડક્શનની ફિલ્મ 'મેદાન'ની રિલીઝની તૈયારી કરી રહ્યા છે. 'મેદાન' અમિત શર્મા દ્વારા નિર્દેશિત છે અને બોની કપૂર, આકાશ ચાવલા, અરુણવ જોય સેનગુપ્તા અને ઝી સ્ટુડિયો દ્વારા સમર્થિત છે. આ ફિલ્મમાં અજય દેવગન ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકા ભજવે છે અને 1952-1962 વચ્ચેના ભારતના સુવર્ણ ફૂટબોલ યુગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. 'મેદાન' 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp