અભિનેતા અનિલ કપૂરે જણાવ્યું- પોતાના બાળકો ભૂલ કરે તો તેઓ શું કરે છે

PC: india.com

અભિનેતા અનિલ કપૂરે (Anil Kapoor) હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાના બાળકોની સાથેના બોન્ડિંગ પર ખુલીને વાત કરી. આ અભિનેતાના ત્રણ બાળકો છે સોનલ કપૂર, હર્ષવર્ધન કપૂર અને રિયા કપૂર. સોનલ કપૂર અને હર્ષવર્ધન કપૂર પોતાના પિતા અનિલ કપૂરની જેમ જ એક્ટર છે અને બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય રહે છે. જ્યારે અનિલ કપૂરની દીકરી રિયા કપૂર ફિલ્મ પ્રોડ્યૂસર અને સ્ટાઇલિસ્ટ છે.

અનિલ કપૂરે કહી આ વાત

એક ઇન્ટરવ્યૂમાં અનિલ કપૂરે જણાવ્યું હતું કે, ઘણા લોકો તેને અભિપ્રાય આપે છે કે, તેણે તેના દીકરા હર્ષવર્ધનને ગાઈડ કરવાની જરૂર છે, પરંતુ અભિનેતાનું માનવું છે કે, હર્ષ જ્યાં સુધી ભૂલો નહીં કરશે ત્યાં સુધી પોતે કઈ રીતે શીખશે. લોકોનું કહેવું છે કે હર્ષવર્ધને થોડા મેનસ્ટ્રીમ પ્રોજેક્ટને સિલેક્ટ કરવા જોઈએ. હમણાં સુધીમાં હર્ષવર્ધન ત્રણ ફિલ્મોમાં દેખાય ચૂક્યો છે. જેમા 'ભાવેશ જોશી સુપરહીરો', 'મિર્ઝ્યા' અને 'રે' નો સમાવેશ થાય છે.

હવે તે પોતાના પિતા અનિલ કપૂર સાથે ફિલ્મ 'થાર'માં જોવા મળશે. આ પહેલા બન્ને પિતા અને દીકરાની જોડી 'Ak vs Ak'માં દેખાઈ આવી હતી. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

અનિલ કપૂર કહે છે કે, ઘણીવાર લોકો મને કહે છે કે તું તારા દીકરાને સમજાવતો કેમ નથી ? તેને કેહ કે તે થોડી કોમર્શિયલ ફિલ્મ કરે. તે સ્ટેરી રોલ કેમ નથી કરતો ? હું તે તમામ લોકોને કહું છું કે, તે ત્યારે કરશે જ્યારે તે પોતે તેને કરવા માટે યોગ્ય સમજશે. હું તેને નથી જણાવતો કે તું આ કર, પેલું કર અથવા કંઈપણ કર. હું ઈચ્છું છું કે મારા બાળકો તે કરે જે તેઓ કરવા માંગે છે. જે કરવામાં તેઓ વિશ્વાસ રાખે છે.

અનિલ કપૂર જણાવે છે કે, હું તે લોકો પાસે વાત કરવા નથી ગયો અથવા તો તેઓને એવું નથી કહ્યું કે, આમ કરો તેમ કરો. હુંએ તેમને તેમના હાલ પર છોડી દીધા છે, રિયાને પણ. હા તે જરૂર છે કે જો મને લાગે છે કે તે લોકો ખોટું કરી રહ્યા છે, તો હું જાઉં છું અને પોતાનો અભિપ્રાય આપું છું અને તે પણ કહું છું કે ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો, પરંતુ જો કરવી હોય તો કરો. હું શું કરી શકું છું, હું તમને રોકીશ નહિ. હું તે પિતા નથી કે જે લાકડી લઈને પોતાના બાળકો સાથે બેસતો હોય અને તેઓને જ્ઞાન આપતો હોય. મારો આખો પરિવાર સ્વતંત્ર છે દરેક વ્યક્તિનો પોતાનો એક પોઈન્ટ છે પોતાનો ટેસ્ટ છે. ફિલ્મોનો, ખાવાનો કપડાંનો અને બાકી બધી વસ્તુઓનો. મારા ઘરમાં કોઈ કોઈનું ચાહક નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp