ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ કરાવ્યું મુંડન

PC: indiatoday.in

સંદીપ રેડ્ડી વાંગા દક્ષિણના જાણીતા ડિરેક્ટર છે. તેમણે ન માત્ર દક્ષિણ, પરંતુ બોલિવુડમાં પણ પોતાની ધાક જમાવી લીધી છે. સંદીપ રેડ્ડીએ ગયા વર્ષના અંતમાં રણબીર કપૂર સાથે ફિલ્મ એનિમલ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. તો હવે આ ફિલ્મની રીલિઝ થવાના 3 મહિના બાદ સંદીપ રેડ્ડીએ તિરૂમાલા મંદિરના દર્શન કર્યા છે. ખાસ વાત એ છે કે સંદીપ રેડ્ડીએ તિરૂમાલા મંદિરમાં પોતાના વાળ પણ દાન કરી દીધા છે. જી હા સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં સંદીપ રેડ્ડી વાંગા તિરૂમાલા મંદિરમાં દર્શન કરીને બહાર નીકળતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન તેમના માથાના વાળ નથી. સંદીપ રેડ્ડીએ તિરૂમાલા મંદિરમાં પોતાનું માથું મૂંડાવી દીધું છે. આ દરમિયાન સંદીપ રેડ્ડીએ બ્લૂ કૂર્તો પહેર્યો છે અને પિન્ક કલરની ચૂનરી ગળામાં ઓઢી છે. સંદીપ સાથે કેટલાક લોકો પણ નજરે પડી રહ્યા છે. તો તેમના હાથમાં પ્રસાદ પણ નજરે પડી રહી છે. સંદીપ રેડ્ડીએ અહી પોતાની ફિલ્મ બાબતે પણ જણાવ્યું. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે, તેઓ ડિરેક્ટર તરીકે ફિલ્મ 'સ્પિરિટ' પર કામ કરી રહ્યા છે.

તેમાં પ્રભાસ લીડ રોલમાં નજરે પડશે. રિપોર્ટ્સ મુજબ, ફિલ્મની શૂટિંગ જલદી જ શરૂ થશે. તેમાં પ્રભાસ એક એંગ્રી લૂકવાળા કોપના રોલમાં હશે. એ સિવાય સંદીપ રેડ્ડી 'એનિમલ'નું સિક્વલ 'એનિમલ પાર્ક' પણ અનાઉન્સ કરી ચૂક્યા છે. કરિયરની વાત કરીએ તો સંદીપ રેડ્ડીએ અપ્રેન્ટિસ તરીકે કામ શરૂ કર્યું હતું. પછી 2013માં ફિલ્મ 'અર્જુન રેડ્ડી'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને એ જ નામથી હિન્દીમાં પણ રિમેક કર્યું, જેમાં શાહિદ કપૂર નજરે પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સંદીપ રેડ્ડી વાંગા પોતાની શાનદાર સ્ક્રિપ્ટ અને શાનદાર ડિરેક્શન માટે જાણીતા છે. સંદીપની ફિલ્મ એનિમલે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. ફિલ્મને લઈને થિયેટર્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. ફિલ્મે વર્લ્ડવાઈડ 900 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મની કહાનીને લઈને સંદીપ રેડ્ડીને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. જાવેદ અખ્તરે ફિલ્મની નિંદા કરતા કહ્યું હતું કે, 'જો કોઈ એવી ફિલ્મ છે જેમાં કોઈ પુરુષ મહિલાને શૂઝ ચાટવા કહે છે કે કોઈ પુરુષ કહે છે કે મહિલાને થપ્પડ મારવી સારી છે અને ફિલ્મ સુપરહિટ છે, તો એ ખતરનાક છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp