Animal ફિલ્મના કીસિંગ સીન્સ પર સેન્સર બોર્ડની કાતર, આ ફેરફાર પણ કરાવ્યા

PC: aajtak.in

રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ એનિમલ પહેલી ડિસેમ્બરના રોજ રીલિઝ થવા જઇ રહી છે. હાલમાં જ સેંસર બોર્ડે આ ફિલ્મને A એટલે કે એડલ્ટ્સ ઓનલીનું સર્ટિફિકેટ આપ્યું હતું. પણ હવે ખબર આવી છે કે, ફિલ્મના ઘણાં સીન્સ પર બોર્ડે નાખુશતા વ્યક્ત કરી છે. સાથે જ ફિલ્મના મેકર્સે તેને કટ કરવાનો આદેશ પણ આપ્યો છે. આ સીન્સ ફિલ્મના લીડ કપલના રોમેન્ટિક દ્રશ્યોને દર્શાવે છે.

સેંસરની કાતર ફરી

સંદીપ વાંગા રેડ્ડીના ડિરેક્શનમાં બનેલી એનિમલ ફિલ્મ ચર્ચામાં છે. સાથે જ ફિલ્મના લીડ પાત્રોના રોમેન્ટિક દ્રશ્યો પણ હોટ ટોપિક બન્યા છે. ફિલ્મમાં પહેલીવાર રશ્મિકા અને રણબીરની જોડી જોવા મળશે. લોકોમાં આ ફિલ્મને લઇ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પણ આ ફિલ્મ જોયા બાદ સેંસર બોર્ડ જરા નાખુશ જોવા મળી રહ્યું છે. તેમણે ફિલ્મના મેકર્સને અમુક દ્રશ્યો કાપી નાખવાનો આદેશ આપ્યો છે.

રિપોર્ટ્સ અનુસાર, મેકર્સે પાંચ મોટા ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. સંદીપને મળેળા પોઇન્ટ્સ અનુસાર, રણબીર કપૂર અને રશ્મિકાના ઈંટિમેટ સીન્સની લેંથ પણ ઓછી કરવા કહેવામાં આવી છે. તો એક પોઇન્ટરમાં પાત્રોના નામ રિવીલ કરતા, TCR 02:28:37માં વિજય અને ઝોયાના ઈન્ટેમસી વાળા ક્લોઝઅપ શોટ્સ પણ કાપી નાખીને મોડિફાઈ કરવા કહેવામાં આવ્યું છે.

હિંદી શબ્દો પર આપત્તિ

ઓનલાઇન લીક થયેલી રિપોર્ટ અનુસાર, વિજય-ઝોયા પાત્રોની વચ્ચે ઘણા ઈન્ટીમેટ સીન્સ શૂટ કરવામાં આવે છે. સંદીપ વાંગા રેડ્ડીએ પણ લીડ પાત્રોના રોમેન્ટિક દ્રશ્યોની હિંટ એક ગીતના રૂપમાં આપી હતી. આ ઉપરાંત પણ સેંસર બોર્ડે મેકર્સને હિંદી શબ્દ વસ્ત્રને કોસ્ટ્યૂમમાં બદલવાનો આદેશ આપ્યો છે. પોઇન્ટર્સની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

હાલમાં ફિલ્મના ડિરેક્ટર સંદીપ વાંગાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે ખુશ છે કે ફિલ્મને A સર્ટિફિકેટ મળ્યું છે. કારણ કે ફિલ્મ એડલ્ટ્સ માટે જ બનાવવામાં આવી છે. હું પોતે મારા દીકરાને આ ફિલ્મ દેખાડવાનો નથી. એનિમલ ફિલ્મનો સ્ક્રીન ટાઇમ 3 કલાક 45 મિનિટનો છે. સંદીપે કહ્યું કે, મેં ઘણીવાર ફિલ્મ જોઇ છે. રણબીરે ખૂબ જ સરસ કામ કર્યું છે કે તે દર્શકોને બાંધીને રાખશે. તે દર્શકોને એક મિનિટ પણ રિલેક્સ થવાનો ચાન્સ આપશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp