‘એનિમલ’ની પહેલા દિવસે 116 કરોડની કમાણી, SRKની આ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો

PC: FilmCompanion.com

બોલિવુડના જાણીતા કલાકાર રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ એનિમલ મોટા પરદે રીલિઝ થઇ ગઇ છે. ફિલ્મને લઈ લોકોમાં ઘણો ક્રેઝ હતો, જે બોક્સ ઓફિસના આંકડા પર પણ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે, રણબીર સ્ટારર એનિમલ ફિલ્મે મોટા પરદે જોરદાર કમાણીની સાથે ઓપનિંગ કરી છે. માત્ર ભારતમાં જ નહીં બલ્કે વર્લ્ડમાં પણ ફિલ્મે ધમાકેદાર કમાણી કરતા રણબીરની આ ફિલ્મને 100 કરોડનો આંકડો પાર કરાવી દીધો છે.

રણબીરની આ ફિલ્મને લઈ ટી-સીરીઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી છે. જેના અનુસાર, ફિલ્મે પહેલા દિવસે વૈશ્વિક સ્તરે 116 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જણાવીએ કે, એનિમલે વિકી કૌશલની ફિલ્મ સેમ બહાદુર સાથે ક્લેશ થવા છતાં બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી લીધી છે. એટલું જ નહીં ફિલ્મે હોલીડે રીલિઝ વિના જ આટલો મોટો વકરો પોતાના નામે કરી દીધો.

પઠાણનો રેકોર્ડ તોડ્યો

ખાસ વાત એ રહી કે, રણબીર કપૂર અને બોબી દેઓલ સ્ટારર એનિમલે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો રેકોર્ડ તોડી દીધો છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે 106 કરોડ રૂપિયાની વર્લ્ડ વાઈડ ઓપનિંગ કરી હતી. જ્યારે એનિમલે પહેલા જ દિવસે વર્લ્ડ વાઈડ 116 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

રણબીરની આ ફિલ્મને લઈ લોકોમાં ખાસ્સો ઉત્સાહ છે. શુક્રવારે રીલિઝ થયેલી આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 63.60 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મના હિંદી વર્ઝને 54.75 કરોડ રૂપિયા અને ડબિંગ વર્ઝને 9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભારતીય બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 75 કરોડની કમાણી કરનારી ફિલ્મ ‘જવાન’ પછી હવે ‘એનિમલ’એ બોલિવુડ ફિલ્મોના ઈતિહાસમાં બીજું સૌથી મોટું ઓપનિંગ કલેક્શન કર્યું છે.

રણબીરની આ ફિલ્મ હવે ત્રીજી સૌથી મોટી ઓપનિંગ કરનારી હિંદી ફિલ્મ બની ગઈ છે. જેની આગળ માત્ર શાહરૂખ ખાનની ફિલ્મો ‘જવાન’(65.50 કરોડ) અને ‘પઠાણ’(55 કરોડ) છે. એટલે કે બોલિવુડ માટે ટોપ 3 ઓપનિંગ કલેક્શન હવે શાહરૂખ ખાન અને રણબીર કપૂરના નામે છે.

આની સાથે જ રણબીરને હવે સુપરસ્ટારનો ટેગ પણ મળી ગયો છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્મિત આ ફિલ્મે પહેલા દિવસે જે કમાલ કરી દેખાડ્યો છે, તેની રાહ રણબીર કપૂરના ફેન્સ લાંબા સમયથી જોઇ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp