3 દિવસમાં એનિમલ ફિલ્મે વિશ્વમાં કરી 356 કરોડની કમાણી, તેમાં ભારતમાંથી કેટલી જાણો

PC: twitter.com

શુક્રવારે રીલિઝ થયેલી એનિમલ ફિલ્મ બોક્સ ઓફિસ પર હાહાકાર મચાવી દીધો છે. ફિલ્મ રોજ કોઈ રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મે ત્રણ દિવસમાં 176.58 કરોડની કમાણી કરી લીધી છે. જોકે ફિલ્મ જવાનનો રેકોર્ડ તોડી શકી નથી, જવાન ફિલ્મે 3 દિવસમાં 180.45 કરોડની કમાણી કરી હતી, જ્યારે પઠાન ફિલ્મે 3 દિવસમાં 161 કરોડની કમાણી કરી હતી. જો કે રણબીરની ફિલ્મની 176.58 કરોડની કમાણી ફક્ત હિન્દી વર્ઝનની છે. ફિલ્મના સાઉથ ઈન્ડિયન ભાષાના વર્ઝને 25.18 કરોડની કમાણી કરી છે, એટલે ભારતમાં આ ફિલ્મે 3 દિવસમાં 201.76 કરોડની કમાણી કરી લીધી છે. વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસની વાત કરીએ તો ફિલ્મે ફિલ્મે 356 કરોડની વર્લ્ડવાઇડ ગ્રોસ કમાણી કરી છે.

કેવી છે રણબીર કપૂર-બોબી દેઓલની ‘એનિમલ’? વાંચી લો રિવ્યૂ

ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ વાયદો કર્યો હતો કે, તે એક એવી વાયોલેંસ ફિલ્મ લઈને આવશે, જેને હજુ સુધી ભારતીય દર્શકોએ જોઇ ન હોય. ફિલ્મ ‘એનિમલ’નો પહેલો હાફ સાબિત કરે છે કે, વાંગાએ પોતાનું આ વચન પૂરુ કર્યું છે. ફિલ્મનો પહેલા હાફ લગભગ પોણા બે કલાક લાંબો છે. પણ ફિલ્મ દર્શકોને બાંધીને રાખે છે.

સ્ટોરી

ફિલ્મની શરૂઆતમાં સંદીપે સ્ટોરીનું સેટઅપ કરવામાં, પારિવારિક ડ્રામાની ભાવનામાં સમય લીધો છે. રણબીરના પાત્રની સાયકોલોજી ધીમે ધીમે સ્ક્રીન પર તૈયાર થાય છે. પોતાના પિતાના પ્રેમ માટે તરસતો એક છોકરો, આ પ્રેમ માટે કશું પણ કરવા તૈયાર છે. કશું પણ... કરવામાં તે કેટલી હદ સુધી જતો રહે છે, તે તમને પહેલા હાફમાં ખબર પડી જાય છે. ફિલ્મની બીજી એક રસપ્રદ વાત એ છે કે, પિતાના પ્રેમનો ભૂખ્યા આ છોકરાના પાત્રનું નામ ઈન્ટરવલ સુધી રિવીલ કરવામાં આવતું નથી.

ફિલ્મના ટ્રેલરમાં જે મોટા એક્શન સીન દેખાયા છે, તે ઈન્ટરવલ સુધી જ પતી જાય છે. બીજા હાફમાં ફિલ્મ ક્યાં જાય છે તે જોવું મજેદાર બને છે.

રણબીરના અભિનયે જીત્યું દિલ

રણબીર કપૂરમાં સંદીપ વાંગાને એ હીરો મળ્યો છે, જે તેના વિઝનને સંપૂર્ણ રીતે પરદા પર જીવી રહ્યો છે. રણબીરના ટેલેન્ટ પર ક્યારેય શંકા હતી જ નહીં, પણ એક પ્રોપર મસાલા-એક્શન ફિલ્મમાં તેનું લેવલ જ કંઇક અલગ છે. ફિલ્મની લવ સ્ટોરી ભાગ પહેલા હાફમાં પતાવી દેવામાં આવ્યો છે. આખો ખેલ સેકન્ડ હાફનો છે.

બોબી દેઓલ સેકન્ડ હાફમાં આવી મહેફિલ લૂંટી જાય છે

સેકન્ડ હાફમાં ફિલ્મનો રનટાઇમ ખબર પડે છે. એટલે કે ફિલ્મ ધીમી પડે છે. બોબીની એન્ટ્રી પણ સ્ટોરીના આજ ભાગમાં છે. તેનું પાત્ર બોલી શકતું નથી, પણ માત્ર સ્ક્રીન પ્રેઝેંસથી જ એ ખબર પડી જાય છે કે રણબીરનું કામ સરળ રહેશે નહીં. જોકે, ફિલ્મમાં બોબીને સ્ક્રીન ટાઇમ ઓછો મળે છે.

બોબીના પાત્ર અબરારનું બલબીર સિંહ(અનિલ કપૂર) સાથે કનેક્શન ફિલ્મને વધારે ડેપ્થ આપે છે. ફિલ્મમાં રણબીરની લાઈફમાં એક મહિલાનું ખબરી બનીને આવવાનો એંગલ ગેર જરૂરી લાગે છે. જોકે તે ફિલ્મને પોસ્ટ ક્લાઇમેક્સ સાથે જોડે છે.

એનિમલના ક્લાઈમેક્સ પછી એક પોસ્ટ-ક્લાઈમેક્સ સીન છે. જેને મિસ નન કરતા. આની સાથે જ ફિલ્મ નિર્માતાએ એનિમલની સીક્વલના સંકેત પણ આપી દીધા છે. જેનું નામ ‘એનિમલ પાર્ક’ રીવિલ કરવામાં આવ્યું છે. જો તમે જાણવા માગો છો કે સીક્વલમાં રણબીર સામે ટક્કર લેવા કયો અભિનેતા આવશે, તેનો જવાબ ફિલ્મ જોયા બાદ જ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp