અંજલિ અરોરા 'રામાયણ'માં મા સીતા બનશે, ખુશ થઈ બોલી, તેમણે મારામાં કંઈક જોયું હશે
દરેક વ્યક્તિ નિતેશ તિવારીની 'રામાયણ' વિશે સાંભળી રહ્યું છે. બીજી તરફ અભિષેક સિંહ પણ 'શ્રી રામાયણ કથા' લઈને આવી રહ્યા છે અને આ ફિલ્મમાં માતા સીતાના રોલ માટે અંજલિ અરોરાની પસંદગી કરવામાં આવી છે. અભિનેત્રીએ તાજેતરમાં જ રોલ મેળવવાની વાત કરી અને પોતાને ધન્ય ગણાવ્યા.
નિતેશ તિવારીની 'રામાયણ'ની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે, જેમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી ભગવાન રામ અને દેવી સીતાની ભૂમિકા ભજવી રહ્યા છે. અત્યારે સેટ પર તેનું શૂટિંગ ચાલુ છે. આ દરમિયાન, હિંદુ મહાકાવ્યનું બીજું રૂપાંતરણ ચાલી રહ્યું છે. અંજલિ અરોરા, જેણે 'લોક અપ'માં પણ ભાગ લીધો હતો, તે પ્રકાશ મહોબિયા અને સંજય બુંદેલાની 'શ્રી રામાયણ કથા'માં સીતાની ભૂમિકામાં જોવા મળશે, જેનું નિર્દેશન અભિષેક સિંહ દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મમાં સીતા તરીકે પસંદ થવાથી ઉત્સાહિત અંજલિ અરોરાએ કહ્યું, 'આ રોલની ઑફર મેળવીને હું ધન્ય અનુભવી રહી છું. દેવી સીતાનું ચરિત્ર એટલું પવિત્ર છે કે, તેનો કોઈ ઈન્કાર કરી શકતું નથી. દિગ્દર્શકે મને શા માટે પસંદ કરી તે જાણવા હું ઉત્સુક હતી, મેં તેમને પૂછ્યું અને તેણે કહ્યું કે, તેણે મારા સહિત કેટલીક હિરોઈનોને શોર્ટલિસ્ટ કરી છે. હું માનું છું કે, તેમણે મારામાં કંઈક જોયું જેનાથી તેને ખાતરી થઈ કે હું પાત્ર સાથે ન્યાય કરી શકું છું. મને ગયા મહિને ફાઈનલ કરવામાં આવી હતી અને ત્યારથી, હું વીડિયો જોઈ રહી છું, વાંચી રહી છું અને શીખી રહી છું. પાત્રને ન્યાય આપવા માટે હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.'
એક જ હિંદુ મહાકાવ્ય પર આધારિત બે ફિલ્મો એક સાથે, અન્ય અભિનેત્રીઓ સાથે તેની સરખામણી પણ થશે અને અંજલિ તેનો ઇનકાર કરતી નથી. હકીકતમાં, તે સરખામણી થવાની રાહ જોઈ રહી છે. તે કહે છે, 'હું જાણું છું કે સરખામણીઓ થતી રહે છે અને કોઈ સરખામણીથી ડરતું નથી? જો કે મારી સરખામણી બોલિવૂડની કોઈપણ અભિનેત્રી સાથે કરવામાં આવે તો મને આનંદ થશે.'
અંજલિને ઘણી ટ્રોલિંગ અને વિવાદોનો સામનો કરવો પડ્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની સોશિયલ મીડિયા હાજરી દેવતાના આ ચિત્રણમાં અવરોધ બની શકે છે, ત્યારે તેણે જવાબ આપ્યો, 'હું લોકોની માનસિકતા બદલી શકતી નથી. એક અભિનેત્રી તરીકે મને જે પણ રોલ મળે, હું પૂરી ઈમાનદારી સાથે તેને ભજવવા તૈયાર છું. વધુમાં, અમે ટ્રોલ્સને રોકી શકતા નથી, કારણ કે તેઓ માને છે કે તેમને અમારી ટીકા કરવાનો અધિકાર છે. મારી સોશિયલ મીડિયા ઇમેજને મારી એક્ટિંગ સાથે કોઈ લેવાદેવા નથી. મારું ધ્યેય બીજાઓ પાસેથી માન્યતા મેળવવાને બદલે મારી જાતને સાબિત કરવાની છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp