સુશાંત અંગે અંકિતાએ તોડ્યુ મૌન-તે અચાનક એક રાતે ગાયબ થઇ ગયો, જૂઓ Video

PC: BollywoodShaadis.com

બિગ બોસ 17 રિઆલિટી શો પહેલા  દિવસથી જ ચર્ચામાં છે. શોને કારણે ચર્ચામાં રહેનાર અભિનેત્રી અંકિતા લોખંડે લાઈમલાઇટમાં આવી છે. પોતાના પતિ વિક્કી જૈનની સાથે બિગ બોસના ઘરમાં આવેલી અંકિતા ક્યારેક પતિને લઇ પઝેસિવ જોવા મળે છે તો ક્યારેક પોતાનું અલગ ગ્રુપ બનાવતી જોવા મળે છે. આ બધાની વચ્ચે અંકિતાએ દિવંગત અભિનેતા અને પોતાના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતને લઇ ઘણાં ખુલાસા કર્યા છે. અંકિતાએ પહેલીવાર સુશાંસને લઇ પોતાનું મૌન તોડ્યું છે.

7 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા અંકિતા-સુશાંત

બિગ બોસ 17ના સ્પર્ધક મુનવ્વર ફારુકી સાથે વાતચીત દરમિયાન અંકિતાએ કહ્યું કે, તે સુશાંત સિંહ રાજપૂત સાથે 7 વર્ષ સુધી રિલેશનશિપમાં હતી. ટીવી શો પવિત્ર રિશ્તાના સેટ પર બંને વચ્ચે પ્રેમ થયો અને આ સંબંધ 7 વર્ષ સુધી ચાલ્યો. ત્યાર પછી બંનેએ બ્રેકઅપ કરી લીધું. અંકિતા કહે છે, તે અચાનક એક રાતે ગાયબ થઇ ગયો. સફળતા મળી રહી હતી તો લોકો તેના કાન ભરી રહ્યા હતા.

સુશાંતે બ્રેકઅપનું કારણ ન જણાવ્યું

અંકિતાએ કહ્યું કે, તે સમયે તેમની વચ્ચે પ્રેમ બચ્યો નહોતો. જ્યારે તે સુશાંતની આંખમાં જોતી હતી તો તેને પ્રેમ દેખાતો નહોતો. અંકિતાએ આગળ કહ્યું કે, સુશાંતે બ્રેકઅપને લઇ ક્યારેય કોઇ કારણ પણ આપ્યું નહીં. નહીં જણાવ્યું કે તે શા માટે અલગ થવા માગે છે. અંકિતાએ એવું પણ કહ્યું કે સુશાંત તેના સંપર્કમાં રહી શકતો હતો અને તેને કહી શકતો હતો કે તેની સાથે શું થઇ રહ્યું છે, પણ તેણે આવું કર્યું નહીં.

બ્રેકઅપ પછી સુશાંત સાથેના સંબંધને લઇ પણ અંકિતાએ મોટો ખુલાસો કર્યો. અંકિતાએ કહ્યું કે, બ્રેકઅપ પછી તેણે ક્યારેય સુશાંતને જોયો નહીં. તો પોતાના પતિ વિક્કી જૈન વિશે વાત કરતા અંકિતા કહે છે કે, મતભેદ દરમિયાન પણ હું તેની આંખોમાં મારા માટે પ્રેમ જોઉં છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp