ઈન્ટીમેટ થશે અનુપમા-અનુજ, તુનિશાના કેસમાં નવા બોયફ્રેન્ડનું આવ્યું નામ
સોમવારનો દિવસ એન્ટરટેઈન્મેન્ટની દુનિયા માટે રોમાંચ ભર્યો રહ્યો હતો. સીરિયલ અનુપમામાં અનુપમા અને અનુજના રોમાન્સનો વીડિયો અને ફોટોઝ વાયરલ થયા છે. જ્યારે તુનિશા શર્મા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસની સુનાવણીમાં એક નવા વ્યક્તિના નામનો ખુલાસો થયો છે, જેણે એક્ટ્રેસની મોતના 15 મિનિટ પહેલા વાત કરી હતી.
બિગ બોસના ફેન્સ માટે એક ઘણા ખરાબ ન્યુઝ સામે આવ્યા છે. સાંભળવામાં આવ્યું છે કે, સૌનો મનપસંદ અબ્દુ રોઝિક શોને અલવિદા કહેવાનો છે. અબ્દુના ફેન્સ આ ખબર સાંભળીને શોક્ડ જરૂર થઈ જશે. જોકે આ ન્યુઝમાં કેટલું સત્ય છે તેની હજુ સુધી પુષ્ટી કરવામાં આવી નથી. બિગ બોસના ફેનક્લબ પર અબ્દુના રિયાલિટી શોને ગુડબાય કહેવાની ખબર આગની જેમ ફેલાઈ રહી છે.
તુનિશા શર્માના કેસે લીધો નવો વળાંક
તુનિશા શર્માના સુસાઈડ કેસમાં આજે મુંબઈની કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન એક્ટ્રેસની લાઈફને લઈને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, શીઝાન સાથેના બ્રેકઅપ પછી તુનિશાની લાઈફમાં અલી નામનો વ્યક્તિ આવ્યો હતો. આ વ્યક્તિ સાથે જ તુનિશાએ પોતાની લાઈફની છેલ્લી 15 મિનિટમાં વાત કરી હતી. અલીની સાથે તુનિશાની મિત્રતાની ખબર તેની માતાને પણ હતી.
પહેલી વખત ઈન્ટીમેટ થયા અનુપમા-અનુજ
મોસ્ટ પોપ્યુલર શો અનુપમા ટ્રેન્ડ કરી રહ્યો છે. શોમાં પ્રેમની ભરમાર થતી જોવા મળી રહી છે. જે પળની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આખરે તે એપિસોડ આવી ગયો છે. અનુપમા અને અનુજ રોમેન્ટિક જોવા મળ્યા છે. તેમની વચ્ચેની દમદાર કેમેસ્ટ્રીએ ફેન્સના દિલ જીતી લીધા છે. અનુપમા અને અનુજની કોઝી પળોના વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
15 વર્ષની ઉંમરે મુંબઈમાં ખરીદ્યું કરોડો રૂપિયાનું ઘર
યે હૈ મહોબ્બતે સીરિયલ ફેમ રુહી ઉર્ફ રુહાનિકા ધવને માત્ર 15 વર્ષની ઉંમરમાં મુંબઈ જેવા મોંઘા શહેરમાં કરોડો રૂપિયાનું ઘર પોતાના નામે કર્યું છે. પરંતુ નાનકડી ઉંમરમાં મળેલી ફેમ સાથે રુહાનિકાને શુભેચ્છાની સાથે ટોન્ટ પણ સાંભળવા મળ્યા છે. રુહાનિકાની માતા પર ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે, જેમાંથી એક છે- ચાઈલ્ડ લેબર. પરંતુ એક્ટ્રેસે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેની પર કોઈ દબાવ કરવામાં આવ્યો ન હતો.
ઘમંડે સિંગરનું કરિયર કર્યું બરબાદ, ઈન્ડિયન આઈડોલ 13 જીતવાથી ચૂક્યો
એક સિતારા જે ચમક્યો પછી પાછો પછડાયો.. ઊભા થઈને સંભાળવાની કોશિશમાં ફરીથી તેણે ઝીરોથી શરૂઆત કરી. સવાલ એ છે કે બીજી વખત કરિયર બનાવવા નીકળેલા આ વ્યક્તિને સફળતા હાંસલ થઈ. અહીં વાત થઈ રહી છે ઈન્ડિયન આઈડોલ સીઝન 13ના કન્ટેસ્ટન્ટ રહેલા વિનીત સિંહની. ગયા અઠવાડિયે વિનીત સિંહ સિંગિંગ રિયાલિટી શોમાંથી બહાર થઈ ગયો છે. તે શોની ટ્રોફી પોતાના નામે કરવાથી ચૂકી ગયો હતો. તે ટોપ 8માં જગ્યા બનાવી શક્યો ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp