અનુપમ ખેરે અમદાવાદના 300 વર્ષ જૂના હનુમાન મંદિરમાં દર્શન કરી કહ્યું- સુખદ અનુભવ

પોતાના દમદાર અભિનય અને સ્પષ્ટવક્તા નિવેદનો માટે જાણીતા બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે તાજેતરમાં જ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેતા એક મંદિરમાં જોવા મળે છે. હકિકતમાં,આ કેમ્પ હનુમાન મંદિર અમદાવાદમાં છે, જે 300 વર્ષ જૂનું છે. અનુપમે પણ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.
ખેરના આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક્ટર સફેદ શર્ટ સાથે જીન્સમાં જોવા મળી રહ્યા છે. અભિનેતાએ તેમના ગળામાં 'જય શ્રી રામ' નામનો ખેસ પણ પહેર્યો છે. તેમજ વીડિયોમાં કલાકાર પૂજા કરતા જોવા મળે છે. ચાહકો તેમના આ વીડિયોને પસંદ કરીને પ્રસંશા કરી રહ્યા છે. શેર કરવામાં આવેલી વીડિયોમાં હનુમાનજીની દિવ્ય પ્રતિમાની ઝલક પણ જોવા મળી રહી છે.
આ વીડિયો શેર કરીને અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું છે કે, ગઈકાલે અમદાવાદના 300 વર્ષ જૂના કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાનજીના દર્શન કર્યા હતા. અહીં પૂજા કરીને મનને સુખદ અનુભવ મળ્યો અને શક્તિ પણ મળી. તમારા અને તમારા પરિવાર માટે પ્રાર્થના પણ કરી. સાથે તેમણે લખ્યુ, જય હનુમાન, જય બજરંગ બલીની જય, પવનસુત હનુમાનની જય.
વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. શ્રી કેમ્પ હનુમાન મંદિરને દેશના સૌથી મોટા હનુમાન મંદિરોમાંનું એક માનવામાં આવે છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે.
અનુપમ ખેરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા હાલમાં તેમની આગામી નિર્દેશિત ફિલ્મ 'તન્વી ધ ગ્રેટ' ના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે. આ પ્રોજેક્ટ સાથે તે લગભગ બે દાયકા પછી દિગ્દર્શનની દુનિયામાં પરત ફરી રહ્યા છે. દિગ્દર્શક તરીકે અનુપમની પહેલી ફિલ્મ ‘ઓમ જય જગદીશ’ હતી, જમાં અનિલ કપૂર, અભિષેક બચ્ચન અને ફરદીન ખાન નજરે પડ્યા હતા. અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહે છે અને ખાસ પળોને ચાહકો સાથે શેર કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp