અનુપમાના એક્ટર ઋતુરાજ સિંહનું હાર્ટ એટેકથી મોત

PC: jagran.com

મનોરંજન જગતથી હાલમાં જ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એવા સમાચાર છે કે 'અનુપમા' સીરિયલના એક્ટર ઋતુરાજ સિંહનું નિધન થઈ ગયું છે. 59 વર્ષીયની ઉંમરમાં એક્ટરે દુનિયાને અલવિદા કહી દીધી છે. એક્ટરના મોતનું કારણ હાર્ટ એટેક બતાવવામાં આવી રહ્યું છે. સમાચારો મુજબ એક્ટર હૉસ્પિટલમાં પેનક્રિએટિક બીમારી સાથે જોડાયેલી કોઈ સમસ્યાની સારવાર કરાવવા માટે દાખલ થયો હતો. જ્યારે તે ત્યાંથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને છાતીમાં દુઃખાવો થયો અને તેનું મોત થઈ ગયું.

એક્ટરના નિધનના સામાચાર ટી.વી. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે ખૂબ શોકિંગ છે. દરેક તેના નિધનથી આઘાતમાં છે. ઋતુરાજ સિંહ ટી.વી.ના ઘણા શૉઝમાં નજરે પડી ચૂક્યો છે. ન માત્ર ટી.વી., પરંતુ તે ઘણી હિટ ફિલ્મોનો હિસ્સો રહી ચૂક્યો હતો. એવામાં આવો એક નજર એક્ટરના અત્યાર સુધીની સફર પર નાખીએ. એક્ટરે 12 વર્ષો સુધી બેરી જોનના થિયેટર એક્શન ગ્રુપ સાથે દિલ્હીમાં થિયેટર કર્યું હતું.

થિયેટર દરમિયાન જ ઋતુરાજની શાહરુખ ખાન સાથે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. કહેવામાં આવે છે કે ઋતુરાજ ત્યાં શાહરુખથી પહેલા આવ્યો હતો. ઋતુરાજ ત્યાં શાહરુખનો સીનિયર હતો. બંનેએ એક સાથે ઘણા ડ્રામા પણ કર્યા અને આ દરમિયાન એક-બીજા પાસેથી ઘણું શીખ્યું. ત્યારબાદ એક્ટરે ટી.વી. ગેમ શૉ 'તોલ મોલ કે બોલ'માં હોસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી. આ શૉથી તેમને ખૂબ પોપ્યુલારિટી મળી હતી. ત્યારબાદ તે 'અપની બાત', 'જ્યોતિ', 'હિટલર દીદી', 'શપથ', 'વોરિયર હાઇ', આહટ અદાલત', 'દિયા ઔર બાતી હમ', 'યે રિશ્તા ક્યાં કહલાતા હૈ' જેવા ઘણા ટી.વી. શૉઝમાં અલગ અલગ ભૂમિકામાં નજરે પડ્યો.

જો કે, તેને વધુ પોપ્યુલારિટી કલર્સ ટી.વી.ની ધારાવાહિક 'લાડો 2'ના બળવંત ચૌધરીથી મળી હતી. ટી.વી. શૉઝ સિવાય ઋતુરાજ સિંહે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું. એક્ટરે 'બદ્રીનાથ કી દુલ્હનિયા' (2017)માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે વરુણના પિતાની રોલમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ સિવાય ઋતુરાજ સિંહ 'વશ પોસ્સ્ડ ધ ઓબ્સેસ્ડ' અને 'થુનિવું' (2023) જેવી હિટ ફિલ્મોનો હિસ્સો રહ્યા. તેની અંતિમ ફિલ્મ 'યારિયા 2' હતી.

એટલું જ નહીં ઋતુરાજ ઘણી વેબ સીરિઝનો પણ હિસ્સો રહ્યો છે. તેણે 'ધ ટેસ્ટ કેસ', 'અભય', 'હે પ્રભુ', 'ક્રિમિનલ', 'બંદિશ બેન્ડિટ્સ', 'નેવર કિસ યોર બેસ્ટ ફ્રેન્ડ' અને 'મેડ ઇન હેવન સીઝન 2' સામેલ છે. OTT પર અંતિમ વખત એક્ટર રોહિત શેટ્ટીની વેબ સીરિઝ 'ઈન્ડિયા પોલીસ ફોર્સ'માં નજરે પડ્યો હતો. તો હાલના દિવસોમાં એક્ટર ટી.વી. શૉ 'અનુપમા'માં નજરે પડી રહ્યો હતો. એક્ટરની ભૂમિકાનું નામ યશદીપ હતું અને તેને અમેરિકામાં એક હોટલ માલિકના રૂપમાં દેખાડવામાં આવી રહ્યો હતો. શૉમાં આવેલા 5 વર્ષના લિપ બાદ તેની એન્ટ્રી થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp