અનુરાગ કશ્યપ બોલ્યા- 90 ટકા ફેમિનિસ્ટ ફિલ્મમેકર્સ છે ફ્રોડ, કરે છે દેખાડો

PC: pinkvilla.com

અનુરાગ કશ્યપ બોલિવુડના ફેમસ ડિરેક્ટર્સમાંથી એક છે. 'ગેંગ્સ ઓફ વાસેપુર', 'દેવ ડી', 'કેનેડી' સાથે અન્ય ફિલ્મો માટે તેઓ ઓળખાય છે. વધુ એક વસ્તુ જેના માટે અનુરાગ કશ્યપ ફેમસ છે, તે છે તેમની નીડરતા. હવે એક ઇવેન્ટ દરમિયાન ડિરેક્ટરે ફેમિનિસ્ટ ફિલ્મકારોને ફ્રોડ બતાવી દીધા છે. ઇવેન્ટમાં તેમણે ઇન્ડસ્ટ્રીની સ્થિતિને લઈને પણ વાત કરી. અનુરાગ કશ્યપે કહ્યું કે, કોમર્શિયલ સ્પેસમાં 2 પ્રકારના ફિલ્મકાર હોય છે. એક જે માત્ર પૈસા કમાવા માગે છે અને તેને લઈને ઈમાનદાર પણ છે અને બીજા હોય છે ઓપોર્ચૂનિસ્ટ.

અનુરાગ કશ્યપનું કહેવું છે કે, માન્યતા વિરુદ્ધ ઇન્ડિપેનડેન્ટ સિનેમાની સ્પેસ ખૂબ મુશ્કેલ છે. અહી લોકો બીજાઓને નીચે પાડવાની રીત શોધે છે. ઇવેન્ટમાં અનુરાગ કશ્યપને હાલના વર્ષોમાં ફેમિનિસ્ટ સિનેમાને લઈને સવાલ કર્યો હતો. આ ટોક્સિક મેળ કહાનીઓનો જવાબ છે. તેના જવાબમાં ડિરેક્ટરે કહ્યું કે, મને લાગે છે કે દરેક ફિલ્મકારને દરેક પ્રકારની ફિલ્મ બનાવવાની આઝાદી હોવી જોઈએ. હું મોટા ભાગે ફિલ્મકારોને પર્સનલી જાણું છું. અહી સુધી કે સૌથી પ્રૉબ્લેમેટિક ફિલ્મકારોને પણ જાણું છું.

કોમર્શિયલ ફિલ્મકાર જેમણે KGF અને સાલાર જેવી ફિલ્મો બનાવી, તેઓ પણ બે પ્રકારના હોય છે. કેટલાક ઓપોર્ચૂનિસ્ટ હોય છે અને પછી આવે છે એ, પૈસા કમાવા અને હિટ ફિલ્મો આપવાને લઈને ઈમાનદાર છે. પરંતુ હું તમને કહી દઉં છું કે, ફિલ્મકાર જે ફેમિનિસ્ટ, સોશિયાલિસ્ટ અને ક્રાંતિકારી લાગે છે. હું બતાવી દઉં છું કે તેમાંથી 90 ટકા ફ્રોડ હોય છે. એ બધા દેખાડો કરે છે. આટલા વર્ષોથી સ્વતંત્ર ફિલ્મમેકર્સને સાથે લાવવાના પ્રયાસ કર્યા બાદ મેં સમજાવ્યા છે કે સ્વતંત્ર ફિલ્મમેકર્સ સૌથી બકવાસ હોય છે કેમ કે તેઓ માત્ર એક બીજાને નીચું દેખાડવા અને વાતો સંભળાવવાનું કામ કરી રહ્યા છે.

તો આ દેખાડાવાળા સમજદાર લોકો અને દેખાડાવાળા મુર્ખોમાં ફરક શું થયો. બધા ગધેડા મળી ગયા છે. સમજદાર લોકો જ બીજાને નીચે પાડવામાં વ્યસ્ત છે. અનુરાગ કશ્યપે કહ્યું કે, દરેક પ્રકારના ફિલ્મ મેકર્સે સાથે મળીને રહેવું જોઈએ. તેમનું કહેવું છે કે, તેઓ એક ડિરેક્ટરની ઇમાદારીની સૌથી વધુ ઇજ્જત કરે છે. પ્રોજેક્ટર્સની વાત કરીએ તો અનુરાગ કશ્યપે ફિલ્મ કેનેડીને બનાવી હતી. તેનું પ્રીમિયર 2023માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું, પરંતુ અત્યાર સુધી ભારતમાં રીલિઝ ડેટ મળી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp