અર્જૂને પિતાને ઈમોશનલ મેસેજ લખી સોશિયલ મીડિયામાં કર્યો શેર, જાણો શું લખ્યું

PC: bizasialive.com

અર્જૂન કપૂર પોતાના પરિવારથી ખૂબ જ નજીક છે એટલે તે હંમેશાં તહેવાર અને ફંક્શન વખતે પરિવાર સાથે જ નજર આવે છે. આ ઉપરાંત અર્જૂન કપૂર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પરિવારના સદસ્યોના ફોટા શેર કરતો રહે છે. હાલમાં જ અર્જૂન કપૂરના પિતા બોની કપૂરનો બર્થડે હતો.

અર્જૂન કપૂરે સોશિયલ મીડિયામાં લખ્યો સંદેશ

અર્જૂને સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો તેણે પોતાના પિતા બોની કપૂર માટે શેર કર્યો છે. બોની કપૂરના જન્મદિવસને ખાસ બનાવવા માટે અર્જૂન કપૂરે ફોટો સાથે એક ઈમોશનલ મેસેજ પણ શેર કર્યો છે. અર્જૂન કપૂરે શેર કરેલા આ ફોટોમાં અર્જૂનની સાથે તેના પિતા બોની કપૂર, સંજય કપૂર, જ્હાન્વી કપૂર, ખુશી કપૂર, અંશુલા કપૂર અને કપૂર પરિવારના અન્ય સદસ્યો પણ નજર આવી રહ્યા છે.

આ ફોટો સાથે અર્જૂને બોની કપૂરને સંદેશ આપતા લખ્યું છે કે, "તમે એક ફિલ્મ બનાવી હતી જેનું નામ છે 'મિસ્ટર ઇન્ડિયા'. આ ફિલ્મના ગીત 'જિંદગી કિ યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ'ની જેમ ખરાબ સમય પછી સારો આવે છે પિતાજી. તમને તમારા પરિવાર, તમારા ત્રણેય સંતાનો તરફથી અને તમારી લાડકી દીકરી ખુશી તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ અને તમારું જીવન ખુશીઓથી ભરપૂર રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp