આપણે બેવકૂફ છીએ, એ સાબિત થઈ ચૂક્યું છે, છૂટાછેડા પર બોલ્યો અર્જૂન રામપાલ
એક્ટર અર્જૂન રામપાલે મોડલ મેહર જેસિયા સાથ પોતાના છૂટાછેડા બાબતે વાત કરી. એક ઇન્ટરવ્યૂમાં તેણે માન્યું કે કદાચ તેણે ખૂબ નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. મેહર સાથે અર્જૂને 1998માં લગ્ન કર્યા હતા. તેનાથી તેની 2 દીકરીઓ છે. જેના નામ માહિકા અને માયરા છે. કપલના છૂટાછેડા 2019માં થઈ ગયા હતા. ત્યારબાદ અર્જૂન રામપાલના સંબંધ મોડલ ગેબ્રિએલા ડેમેટ્રિયડ્સ સાથે શરૂ થયા હતા, જેનાથી હવે એક્ટરનો એક દીકરો છે.
ધ રણવીર પોડકાસ્ટમાં છૂટાછેડા પર વાત કરતા અર્જૂન રામપાલે કહ્યું કે, માણસની ફિતરત હોય છે કોઈ બીજા પર આરોપ નાખવા, એ એટલે હોય છે કેમ કે વસ્તુ સારી ચાલી રહી નથી. તમે નાખુશ અને દુઃખી છો અને જો તમે પોતાની અંદર ડોકિયું કરીને ખુશી નહીં શોધી શકો તો તૂટીને વિખેરાઈ જશે. એક્ટરને પૂછવામાં આવ્યું કે શું એક લાંબા સંબંધમાં રહ્યા બાદ સિંગલ થવા પર સાચે જ શોક ફિલ થાય છે. તેના પર તેણે કહ્યું કે, તેમાં એકલાપણું હોય છે. હા તમને અચાનક લાગે છે કે તમે આઝાદ છો, પરંતુ તમને ચેન મળતું નથી, તમે સહજ હોતા નથી. તમે સ્થિરતા મિસ કરો છો. ઘર પાછા આવવા અને ખાવાનું મિસ કરો છો.
અર્જૂને કહ્યું કે, કોઈ સંબંધ નિષ્ફળ થવા પર કોઈ એક વ્યક્તિ પર આરોપ નહીં લગાવી શકાય. જે ભૂલો કરવામાં આવી છે તેની બાબતે વિચારવું જરૂરી નથી. જરૂરી છે કે તમે સારા દરવાજા, બારીઓ બંધ કરીને પોતાને આઇસોલેટ કરો અને પોતાની બાબતે વિચારો. મેં એવું જ કર્યું હતું. તમને સમજમાં આવે છે કે તમારી અંદર ઘણી કમીઓ હતી. હા બીજા વ્યક્તિઓમાં પણ કમીઓ હતી, પરંતુ અંતમાં તમારે પોતાને જ સારા કરવાના છે. તમારે સારા થઈને એક તાકતવાન વ્યક્તિના રૂપમાં ફરવાનું છે કેમ કે બીજા ઘણા લોકો તરફથી તમારી જવાબદારીઓ છે, જે આ બધાનો હિસ્સો છે.
તેણે કહ્યું કે, તમારે પ્રેમ અને મર્યાદા સાથે અલગ થવું જોઈએ કેમ કે આ પ્રકારના સંબંધોની શરૂઆત પણ હોય છે. અર્જૂન રામપાલે કહ્યું કે, એ ખૂબ મુશ્કેલ છે. એ સરળ નથી. એ બાળકોને મળાવીને કોઈ માટે પણ સરળ નથી. એ તેમના માટે સૌથી વધુ મુશ્કેલ છે. તમે એવું ઇચ્છતા નથી. હું પોતે એક તૂટેલા ઘરથી આવ્યો છું અને મારા માટે લગ્નનું સફળ ન થવાનું કંઈક એવું હતું, જેની બાબતે મેં પાછળ ફરીને જોયું અને વિચાર્યું કે આખરે ક્યાં શું ભૂલ થઈ અને હું તેની જવાબદારી લઉં છું. આજે અમે બધા ખૂબ ક્લોઝ છીએ. અમે એક બીજાને પ્રેમ કરીએ છીએ અને હંમેશાં એક બીજાનો સાથ આપીએ છીએ.
અર્જૂનને પૂછવામાં આવ્યું કે, શું તેને લાગે છે કે તે લગ્ન કરવા માટે ખૂબ યંગ હતો. તેના પર તેણે કહ્યું કે, એ મુશ્કેલ છે. મને લાગે છે કે 20 કે 30ની ઉંમર ખૂબ યંગ છે. હું 24 વર્ષનો હતો, જ્યારે મારા લગ્ન થયા, એ ખૂબ જલદી હતું. જિંદગીમાં ઘણા એક્સપીરિયન્સ હોય છે અને તમારે વધુ મેચ્યોર થવું પડે છે. પુરુષ, સ્ત્રીઓથી ધીમે મેચ્યોર થાય છે. એ સાબિત થઈ ચૂક્યું છે કે આપણે બેવકૂફ છીએ. જો તમે સફળ લગ્ન ઈચ્છો તો રાહ જુઓ કે પછી હું ખોટો પણ હોય શકું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp