અરશદ વારસીનો દાવો: હું અને બોમન હોત તો 'જોલી-2' પણ 100 કરોડ કમાત

PC: reuters.com

અરશદ વારસીની જોલી એલએલબી 2013માં આવી હતી. દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. પરંતુ આ ફિલ્મના સીક્વલમાં અરશદ વારસી ગાયબ હતો. અરશદ વારસીની જગ્યાએ ફિલ્મમાં અક્ષય કુમારને લેવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મમાં અરશદ વારસીને ન લેવામાં અને તેની જગ્યા પર અક્ષયને મેઇન લીડ રોલ આપવાથી અરશદ ઘણો નારાજ હતો. જો કે અરશદે આ બધા રિપોર્ટ્સને ફાલતૂ કહ્યુ હતુ.

અરશદે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યુ હતુ કે બોમન અને હું જો આ ફિલ્મમાં હોત તો આ ફિલ્મને બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરાવતા. અરશદે કહ્યુ 'મને લાગે છે કે હું ઇમાનદાર રહીને કહુ તો જો બોમન અને હુ આ ફિલ્મમાં (જોલી એલએલબી2) માં હોત તો આ ફિલ્મ પણ 100 કરોડ કમાતી. અને તે વધારે કમાતા, જેટલુ આ ફિલ્મ માટે તેણે અક્ષયને પે કર્યુ (હસતા હસતા). તે એક ખોટુ મૂવ હતુ. સાચે તે બેડ મૂવ હતુ. ફોક્સ પ્રોડ્યૂસરને અમારી સાથે સાથે ફિલ્મ બનાવીને પૈસા કમાવા ઇચ્છે છે.

રિપોર્ટ્સની માનીએ તો અક્ષય કુમાર અને અરશદ વારસી હવે આ ફિલ્મની થર્ડ ઇનસ્ટોલમેન્ટ એટલે કે ત્રીજા પાર્ટમાં નજર આવી શકે છે. બંન્ને એક્ટર્સ ફિલ્મમાં વકીલના રોલમાં નજર આવશે. ત્રીજા પાર્ટમાં અક્ષયની સાથે કામ કરવા પર અરશદે કહ્યુ કે, 'હા મેં પણ સાંભળ્યુ છે. અક્ષયે જણાવ્યુ મને કે ત્રણે જણા આપણે એમાં સાથે કામ કરીશુ. એવામાં મેં કહ્યુ હા કેમ નહી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp