બોલિવુડના સર્કિટે પાકિસ્તાનની ઉડાવી એવી મજાક કે તમે વીડિયો જોઇ લોટપોટ થઇ જશો

PC: indiatimes.in

બોલિવુડ અભિનેતા અરશદ વારસી ફિલ્મોમાં તેમની કોમેડી માટે પ્રખ્યાત છે. હજુ પણ લોકો અરશદને મુન્નાભાઈના તેના સરકીટના પાત્રથી યાદ રાખે છે. અને એ જ નામે તેને બોલાવે પણ છે. હાલમાં જ અરશદે તેના ટ્વીટર અકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો હતો. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ બન્યો છે.

અરશદ વારસીના ટ્વીટર અકાઉન્ટથી શેર કરવામાં આવેલ વીડિયો અસલમાં પાકિસ્તાનનો છે. જેમાં અમુક લોકો નોખી રીતે રોકેટ લોન્ચ કરી રહ્યા હતા. આ વીડિયોને પોસ્ટ કરીને અરશદ વારસીએ મજાક કરી હતી.

વારસીએ આ વીડિયો શેર કરતા લખ્યું, મને ખબર ન હતી કે પાકિસ્તાને પણ તેનું રોકેટ લોન્ચ કર્યું છે. અભિનેતાના આ ટ્વીટને રિટ્વીટ કરીને લોકો મજા લઈ રહ્યા છે. આ ટ્વીટ અરશદ વારસીએ ચંદ્રયાન-2ની ખબર આવ્યા પછી કર્યું હતું. વારસી સોશિયલ મીડિયા પર ખાસ્સો એક્ટિવ રહે છે.

અરશદની ફિલ્મોની વાત કરીએ તો તેની આવનારી ફિલમનું નામ પાગલપંતી છે. જે 22 નવેમ્બરે રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અરશદની સાથે અનિલ કપૂર, જ્હોન અબ્રાહમ, ઈલિયાના ડિક્રુઝ, પુલકિત સમ્રાટ, સૌરભ શુક્લા પણ જોવા મળશે. આ કોમેડી ફિલ્મને અનીસ બઝમીએ ડાયરેક્ટ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp