'અહીં કામ કરનારા લોકો મારા નોકર છે'અસિતની આ વાતે શૈલેષને ગુસ્સે કર્યા, પછી...

PC: hoshangabadmedia.com

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના તમામ કલાકારોને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. શોના ઘણા પાત્રો હવે આઇકોનિક બની ગયા છે. દયા ભાભીનું પાત્ર એટલે કે દિશા વાકાણી અને દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર મોટા ભાગના લોકોને ગમે છે. જ્યારે, લોકોને તારક મહેતાનું પાત્ર સૌથી બુદ્ધિશાળી લાગે છે. શૈલેષ લોઢા તારક મહેતાનું પાત્ર ભજવતા હતા, ત્યાર પછી કેટલાક વિવાદોને કારણે તેઓ શોમાંથી અલગ થઇ ગયા હતા. જ્યારે પણ શૈલેષને પૂછવામાં આવ્યું કે તેણે શો છોડ્યો તો તેણે તેના પર ચૂપ રહેવાનું જ શ્રેષ્ઠ માન્યું, પરંતુ લાંબી રાહ જોયા પછી શૈલેશે શો છોડવાનું સાચું કારણ પણ જણાવ્યું. તેણે એ પણ જણાવ્યું કે સેટ પર તેની સાથે શું થયું હતું, જેનાથી તેના આત્મસન્માનને ઠેસ પહોંચી હતી.

શૈલેષ લોઢાએ મીડિયા સૂત્રોને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, 'SAB ટીવી પર એક શો 'ગુડનાઈટ ઈન્ડિયા' આવતો હતો, આ શોમાં મને સેલેબ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો, તે પણ કવિ શૈલેષ લોઢાના રૂપમાં. તેણે ફોન કર્યો ત્યારે હું ગયો. ત્યાં જવા પર કોઈ પ્રતિબંધ પણ ન હોવો જોઈએ. હું જે શોમાં ગયો હતો તેના પ્રોડક્શન સાથે પહેલા પણ મેં કામ કર્યું હતું, તેથી અમુક સબંધો પણ હતા. ત્યાં જઈને કવિતા પણ વાંચી. આ પછી, જ્યારે શો ટેલિકાસ્ટ થવાનો હતો ત્યારે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાનો ફોન આવ્યો. તેણે કહ્યું કે તમે કેવી રીતે ગયા. મેં તેને કહ્યું કે હું કવિ તરીકે ગયો હતો, પરંતુ આ પછી પણ તેનું વર્તન બરાબર ન હતું.'

અસિતની પોળ ખોલતા શૈલેષ વધુમાં કહે છે, 'તેણે ખૂબ જ અસંસ્કારી ભાષામાં વાત કરી હતી જે હું સહન કરી શકતો નહોતો. આ પહેલા પણ સેટ પર એકવાર અમારી વચ્ચે ઝઘડો થયો હતો, જ્યારે તેણે કહ્યું હતું કે, અહીં કામ કરતા તમામ લોકો મારા નોકર છે, ત્યારે પણ મેં મારો વિરોધ વ્યક્ત કર્યો હતો. મારી એક કવિતા છે, 'હું દરેક વાત સાથે સંમત નથી અને હું ગુનાને સલામ નથી કરતો...!' તે જે ભાષામાં બોલ્યો તે મને સ્વીકાર્ય ન હતી. અમે કામ કરી રહ્યા છીએ, બધા સાથે મળીને તે શોને પ્રોડ્યુસ કરી રહ્યા છીએ. 17 ફેબ્રુઆરી, 2022ના રોજ, મેં મેઇલ કરીને શો છોડવાનું કહ્યું. આ પછી પણ હું જતો રહ્યો, જેથી શો પૂરો થઈ શકે અને આ દરમિયાન તેઓ કોઈ નવા કલાકારને શોધી શકે. અહીં તમને જણાવી દઈએ કે, TV ઈન્ડસ્ટ્રીમાં કલાકારો રોજબરોજ કામ કરે છે અને શોમાં કામ કર્યાના 90 દિવસ પછી તેમના પૈસાનો દાવો કરી શકે છે.'

પૈસાની તકરાર પર શૈલેષે વધુમાં કહ્યું, 'ફેબ્રુઆરીમાં તેઓએ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીના પૈસા રોકી રાખ્યા હતા. ઓફિસે આવીને કાગળો પર સહી કરવાનું કહ્યું. મેં કહ્યું પેપર ઘરે મોકલો. તેણે મોકલ્યા નહીં. તેણે માર્ચમાં ફરી પૈસા રોકી લીધા. ત્યાં સુધી હું શૂટિંગ કરતો હતો. ત્યારપછી મેં શો છોડી દીધો અને તેને મેઈલ કરીને કહ્યું કે, હું હવે નહીં આવી શકું. આ બધું મામલો વધારવા માટે કરવામાં આવ્યું હતું. પૈસા મેળવવા મામલો કોર્ટમાં લઈ જવો પડ્યો. મને એવા કાગળો પર સહી કરવાનું કહેવામાં આવ્યું જે મારા બંધારણીય અધિકારો છીનવી લે. આ કારણોસર મારે કોર્ટમાં જવું પડ્યું અને કોર્ટે સ્પષ્ટ કહ્યું કે એકબીજા સાથે સમાધાન કરી લો, ત્યારપછી તેઓએ પૈસા આપ્યા અને મેં કોઈ કાગળ પર સહી કરી નહીં.'

અહીં તમને જણાવી દઈએ કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે 14 વર્ષ સુધી જોડાયેલા રહ્યા પછી શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધું હતું. તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ નિર્માતાઓ સામે બાકી ચૂકવણી ન કરવા બદલ કેસ દાખલ કર્યો હતો, ત્યારપછી અસિત મોદી દ્વારા શૈલેષને રૂ. 1,05,84,000/-ની રકમ ચૂકવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp