શાહરૂખે આ કારણે ફિલ્મ ‘જવાન'ની સિક્વલ બનાવવાની ના પાડી દીધી

PC: indianexpress.com

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનનો બીજી નવેમ્બરના રોજ જન્મદિવસ હતો. આ અવસરે તેણે પોતાની આવનારી ફિલ્મ ડંકીનું ટીઝર લોન્ચ કર્યું. ત્યાર પછી શાહરૂખે દેશના અલગ અલગ ભાગોથી આવેલા ફેન્સની સાથે એક ઈવેન્ટમાં ભાગ લીધો. તેમની સાથે ડંકીનું ટીઝર જોયું. આ અવસરે ડિરેક્ટર રાજકુમાર હીરાની અને રાઇટર અભિજાત જોશી પણ ત્યાં મોજૂદ હતા. જ્યાં શાહરૂખે તેના ફેન્સની એક મૂંઝવણ દૂર કરી દીધી. શાહરૂખે જણાવ્યું કે તે જવાનની સીક્વલ બનાવશે નહીં.

આ ઈવેન્ટમાં શાહરૂખે કહ્યું કે, મારા માટે જવાન 2 બનાવવી સરળ છે. હું હમણા અટલીને કોલ કરીશ અને અમે બનાવી દેશું. તેને શું કહે છે ફ્રેન્ચાઇઝ ફિલ્મ. પણ હું એવું નથી કરવા માગતો. હું નવા પ્રકારની ફિલ્મો બનાવવા માગું છું. તમારા બધા માટે નવા પાત્રો ભજવવા માગું છું. ડંકી જેવી ફિલ્મ તમને ઘણી વાતો કરવા મજબૂર કરશે અને તમને મજા આવશે. જો તમને સાચું કહું તો મને લાગે છે કે આ ફિલ્મ(ડંકી) તમને જવાન અને પઠાણથી વધારે મનોરંજન આપશે.

જવાન ફિલ્મમાં શાહરૂખ ખાનનો ડબલ રોલ લોકોને ખૂબ પસંદ આવ્યો. ભારતમાં આ ફિલ્મે 600 કરોડથી વધારાની કમાણી કરી. તો વર્લ્ડ વાઇડ ફિલ્મનું કલેક્શન 1150 કરોડ રૂપિયા રહ્યું છે. જે પઠાણ ફિલ્મ કરતા 100 કરોડ રૂપિયા વધારે છે. એકબાજુ અટલી જવાન ફિલ્મને ફ્રેન્ચાઇઝમાં ફેરવવાની વાત કરી ચૂક્યો છે. તે વિક્રમ રાઠોડના પાત્રની સાથે તેનું સ્પિન-ઓફ બનાવવા પર ચર્ચા કરી ચૂક્યો છે. પણ શાહરૂખે જવાન-2ને લઇ દર્શકોનો ભ્રમ દૂર કરી દીધો છે.

જોકે, શાહરૂખ યશરાજ ફિલ્મ્સના સ્પાઇ યૂનિવર્સમાં પઠાણનું પાત્ર ભજવે છે. બાદશાહ ખાન ટૂંક સમયમાં આ ફ્રેન્ચાઈઝની આવનારી ફિલ્મ ટાઇગર-3માં જોવા મળશે.

ખેર, શાહરૂખે જણાવ્યું કે, તેમણે ડંકીનું આ ટીઝર પહેલા શા માટે રીલિઝ કર્યું છે. શાહરૂખે કહ્યું, રાજૂ સર ક્લીઅર હતા કે પહેલા અમારી ફિલ્મની દુનિયા બધાને જોવા મળે. હું તેમાં શું કરી રહ્યો છું, કે તાપસી શું કરી રહી છે. તે બધું અમે ધીમે ધીમે દેખાડીશું. તો હું આમાં શું કરી રહ્યો છું તે પછી ખબર પડશે. પણ ખૂબ જ સારું કરી રહ્યો છું.

 
 
 
View this post on Instagram

A post shared by Shah Rukh Khan Universe (@srkuniverse)

‘ડંકી’ ફિલ્મની વાત કરીએ તો, આમાં શાહરૂખની સાથે તાપસી પન્નૂ, વિકી કૌશલ, બોમન ઈરાની, વિક્રમ કોચર, અનિલ ગ્રોવર અને સતીશ શાહ જેવા કલાકારો છે. આ ફિલ્મને રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મ 21 ડિસેમ્બરના રોજ રીલિઝ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp