'આયે હાય ઓયે હોયે...' છોકરીને પસ્તાવો, ગાયક ખુશ! ગીતમાં જોવા મળેલા બે લોકો કોણ?

PC: youtube.com

'આયે હાય ઓયે હોયે...' આ ગીત પર લોકો ઈન્સ્ટાગ્રામ પર તેના લિરિક્સ પર ઘણી રીલ બનાવી રહ્યા છે. જેમાં એક યુવતી એક પુરૂષ સાથે જોવા મળી શકે છે. બંને ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. હાલમાં ગીત એકદમ ટ્રેન્ડમાં છે.

એક ગીત 'આયે હાય ઓયે હોયે...' સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકોને તેમાં ન તો સૂર દેખાઈ રહ્યો છે કે તાલ જોવા મળી રહ્યો હતો. આ હોવા છતાં પણ, તે અત્યારે ટ્રેંડમાં છે. ઇન્સ્ટાગ્રામ પર ઘણી રીલ અને મીમ્સ તે ગીત પર બનાવવામાં આવી રહ્યા છે. જેમાં એક યુવતી એક પુરૂષ સાથે જોવા મળી રહી છે. બંને ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. જે વ્યક્તિ છે તે ગીત ગાય છે. આખરે આ બંને કોણ છે, ચાલો આપણે તેના વિશે જાણી લઈએ...

આ ગીત ગાનાર વ્યક્તિ પાકિસ્તાની ગાયક ચાહત ફતેહ અલી ખાન છે. જે પોતાના અનોખા સંગીત માટે જાણીતા છે. આ ગીત મૂળ તો નૂરજહાંએ ગાયું હતું. ખાને એપ્રિલ 2024માં યુટ્યુબ પર તેની રજૂઆત શેર કરી હતી. આ ગીતમાં તેની સાથે દેખાતી છોકરી પાકિસ્તાની એક્ટર વજદાન રાવ રાંગડ છે. લાખો લોકોએ આ ગીતને જોઈ લીધું છે.

આ ગીત રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. ગીતને તમામ પ્રકારની રીલ્સમાં શેર કરવામાં આવી રહ્યું છે. જો કે આ ગીતમાં જોવા મળેલી છોકરી વજદાન રાવ રાંગડનું કહેવું છે કે, આ ગીતે તેનું કરિયર બગાડ્યું છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, 'દુર્ભાગ્યવશ મેં આ ગીત પર પરફોર્મ કર્યું. લોકો મને ટ્રોલ કરી રહ્યા છે અને પૂછે છે કે મેં આ ગીત કેમ કર્યું. મેં જવાબ આપ્યો કે મારી પાસે ઈદ માટે કપડાં ખરીદવાના પૈસા નહોતા અને આ ચોરી કરવા કરતાં સારું છે.'

ચાહત, જે લાહોરનો છે, તે 56 વર્ષનો છે અને 2020માં રોગચાળા દરમિયાન પણ ઘણી વખત સમાચારમાં છવાયેલો રહ્યો હતો. તેના ગીતો પર તરત જ મીમ્સ બનાવવામાં આવે છે. આનાથી તેમની એક અલગ ઓળખ પણ બની. તેને ઘણા પાકિસ્તાની ટોક શોમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. PNN ફિઝા રિયાઝ અને વજાહત ખાન સાથેની એક મુલાકાતમાં, તેણે કહ્યું કે, આ ગીત લખવા, કંપોઝ કરવામાં, રિલીઝ કરવામાં અને રેકોર્ડ કરવામાં તેમને માત્ર એક અઠવાડિયાનો સમય લાગ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp