આયુષ્માનની 'બાલા' ફિલ્મ જોવા જતા પહેલા વાંચી લેજો આ રિવ્યૂ

PC: indiatimes.com

આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ પોતાની જાતને પ્રેમ કરવાનું અન તમે જેવા છો તે વાતને સ્વીકાર કરવાનું શીખવાડે છે. આ વર્ષ આયુષ્માન ખુરાનાનું છે. આર્ટિકલ 15 ફિલ્મથી આયુષ્માને આ વર્ષે શ્રીગણેશ કરેલો. ત્યાર પછી તેની ફિલ્મ ડ્રીમ ગર્લ આવી. તેણે પણ દર્શકોનું ખૂબ જ મનોરંજન કરેલું. હવે આયુષ્માન 'બાલા' ફિલ્મ લઈને આવ્યો છે. આ ફિલ્મનો વિષય જવાનીમાં વાળ ગુમાવતા એવા વ્યક્તિ પર છે, જેને પોતાના સિલ્કી અને સુંદર વાળ ઘણાં પ્રિય હોય છે.

'બાલા'મુકુંદ શુક્લા એટલે કે 'બાલા'. જે તેનાં સિલ્કી અને શાઇની વાળને ખુબ પ્રેમ કરે છે. સ્કૂલ ટાઇમથી જ તે કાનપુરનો શાહરૂખ ખાન છે. જેનાં પર સ્કૂલની છોકરીઓ મરતી હતી. પણ પછી એક એવો સમય આવે છે કે જ્યારે જવાનીમાં 'બાલા'નાં(આયુષ્માન) 'વાળ' ખરવાના શરૂ થઈ જાય છે. અહિથી ફિલ્મની કહાણી શરૂ થાય છે. પોતાનાં ખરતાં વાળને રોકવા અને નવાં વાળ ઉગાડવા માટે 'બાલા' દુનિયાભરનાં નુસ્ખા અપનાવે છે. અને આ વચ્ચે પ્રેમ પણ કરી બેસે છે. વાળને પરત મેળવવાં 'બાલા' અંતે એક નુસ્ખો અપનાવે છે.

ફિલ્મમાં સ્ટાર્સની પરફોર્મન્સની વાત કરીએ તો, ફિલ્મનાં તમામ સ્ટાર્સનું પરફોર્મન્સ શાનદાર છે. આયુષ્માન ઉપરાંત ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ છે. જે ફિલ્મમાં 'બાલા'ની નાનપણની મિત્ર લતિકાના રોલમાં છે. લતિકા એક ઘઉંવર્ણી યુવતિ છે. જેણે પોતાના વર્ણને અપનાવી લીધો છે. તો યામી ગૌતમ ફિલ્મમાં એક ટીકટોક સ્ટાર બની છે. જેનું જીવન ખુશીઓથી ભરપૂર છે. આ ઉપરાંત ફિલ્મમાં સૌરભ શુક્લા, સીમા પાહવા, અભિષેક બેનર્જી અને જાવેદ જાફરી જેવા કલાકારો પણ છે.

જોકે ફિલ્મનો કોઇ દમદાર હિરો છે તો, ફિલ્મનાં ડાયલોગ છે. જે સુંદર રીતે લખાયા તો છે જ, પણ તેને અદા પણ એટલી જ સુંદર રીતે કરવામાં આવ્યાં છે. દરેક પાત્ર તેમનાં ડાયલોગ એટલી સુંદર રીતે બોલે છે કે તે તમને યાદ રહી જાય.

''બાલા'' જેવી ફિલ્મોએ કંટેન્ટ ડ્રિવન સિનેમા અને મસાલા ફિલ્મો વચ્ચેનો ભેદ સંપૂર્ણ રીતે હટાવી દીધો છે. 'બાલા' એક મજેદાર એન્ટરટેઇનિંગ ફિલ્મ છે. જેમાં ખૂબજ મસાલો છે. કોમેડી ભરપૂર છે અને કંટેન્ટ પણ અદ્ભૂત છે. સ્ત્રી જેવી હિટ ફિલ્મ બનાવનારા ડાયરેક્ટર અમર કૌશિકે કાનપુરનાં સુરને સુંદર રીતે પકડ્યો છે. ફિલ્મ એકવાર નહિ પણ વારે વારે થિયેટરોમાં જોવા જઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp