એક પણ હાથ નથી છતાં ખભાથી કરે છે જોરદાર બેટિંગ, કશ્મીરના આ ક્રિકેટરની...
કાશ્મીરના પ્રખ્યાત દિવ્યાંગ ક્રિકેટર આમીર હુસેન લોન પર ફિલ્મ બનવા જઇ રહી છે. તેની જિંદગી પર આધારિત ફિલ્મનું ડિરેક્શન મહેશ વી. ભટ્ટ કરી શકે છે. આમીર હુસેન લોન નામના આ ક્રિકેટરના બંને હાથ નથી અને તેણે ખભાના સહારે બેટિંગ શીખી છે. અનંતનાગના રહેવાસી આમીર હુસેન લોનની કહાની ઘણા લોકોને પ્રેરિત કરે છે. લોકપ્રિય કાશ્મીરી ક્રિકેટર આમીર હુસેન લોન પોતાના નામ પર એક બાયોપિક બનાવવા માટે તૈયાર થઈ ગયા છે. 34 વાર્ષીય આમીર હુસેન લોન ડબલ આર્મ એમ્પ્યુટી ક્રિકેટર તરીકે બધાને પ્રેરિત કરવા માટે જાણીતો છે.
આમીર હુસેન લોનના બંને હાથ નથી. થોડા સમય અગાઉ પણ તેના વીડિયો વાયરલ થયા હતા, જેમાં તે ખભાના સહારે બેટિંગ કરતો નજરે પડ્યો. ‘આમીર’ નામની આ બાયોપિકનું પ્રોડક્શન બિગ બેટ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેનું ડિરેક્શન મહેશ વી. ભટ્ટ કરશે. આ બાપોપિકની જાહેરાત થઈ ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે, ‘આમીર- કાશ્મીરી ક્રિકેટ સનસની આમીર હુસેન લોનની અસાધારણ યાત્રાની જાહેરાત કરવામાં આવી છે. બાયોપિકમાં આમીરની ક્રિકેટ પીચથી અગાળ વધવાની કહાની. જીત ધૈર્ય અને મુશ્કેલ પળોને દેખાડવામાં આવશે.’
આમીર હુસેન લોન ન માત્ર ક્રિકેટ રમે છે, પરંતુ જમ્મુ-કાશ્મીર પરા ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ છે. સચિન તેંદુલકરના મોટા ફેન આમીરનું બાળપણનું સપનું ક્રિકેટર બનવાનું હતું, પરંતુ બીજબેહડામાં તેના પિતાની બેટ તૈયાર કરનારી એકાઈમાં એક દુર્ઘટનામાં બંને હાથ કપાઈ ગયા. આમીર ડાબા ખભા અને માથા વચ્ચે બેટ રાખે છે. તેનો પસંદગીનો શૉટ સ્ક્વેર લેગ દિશામાં છે. સચિન આ શૉટ ખૂબ સારી રીતે રમે છે. આમીર બૉલ પર ગ્રીપ બનાવવા માટે જમણા પગનો ઉપયોગ કરે છે અને લેગ સ્પિન કરે છે.
બોલિવુડ એક્ટર વિક્કી કૌશલે કહ્યું હતું કે તે આ બાયોપિકમાં આમીર લોનનો રોલ કરવા માગશે. એક સિંગિંગ રિયાલિટી શૉના એક એપિસોડમાં વિક્કી કૌશલે ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા સાથે પોતાની ફિલ્મ સેમ બહાદુરના પ્રચાર દરમિયાન આ વાત કહી હતી. એક શૉમાં આમીર હુસેન લોન સ્નેહા માટે પરફોર્મ કરવા માટે લક્ષ્ય તો હર હાલ મેં પાના હૈ’ ગીત પસંદ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp