ભાજપે તારક મહેતાના પાત્રો દ્વારા કર્યો પ્રચાર, અસિત મોદીએ કહ્યું- એમાં શું...
લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને હલચલ મચાવી દીધી છે. પાછલા વર્ષોમાં જનતા માટે કેવી રીતે કામ કર્યું છે એ વાત આ આ પોસ્ટમાં પાર્ટીએ જણાવી છે. આ મુદ્દાને વ્યક્ત કરવા માટે, પાર્ટીએ આઇકોનિક કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના કલાકારોનો ઉપયોગ કર્યો છે.
સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આ મજેદાર રીતને પસંદ કરી રહ્યા છે. જો કે કેટલાંક યૂઝર્સ એવું પણ કહે છે કે મતદારોને આનાથી અસર થશે, આવી સ્થિતિમાં આ પોસ્ટ આદર્શ આચાર સંહિતાનો ભંગ કરી રહી છે.
શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત મોદીએ આ વિશે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મને આ પોસ્ટ વિશે થોડા સમય પહેલા ખબર પડી હતી. મને નથી લાગતું કે આમાં કંઈ વાંધાજનક છે. આ એક સારા હેતુવાળી પોસ્ટ છે અને પક્ષને મત આપવા માટે કોઈને પ્રભાવિત કરતી નથી. પોસ્ટમાં પહેલેથી જ પૂછવામાં આવેલો પ્રશ્ન એ છે કે 'જો આવું થાય તો શું?' તે કાલ્પનિક સ્થિતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. તો મને તો એમાં કશું દેખાતું નથી.
આ પહેલીવાર નથી બન્યું જ્યારે લોકોએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોને ભાજપ સાથે જોડાયેલો જોયો હોય. આ પહેલાં પણ શોના મેકર્સે ‘સ્વચ્છ ભારત મિશન’નો પ્રચાર કરવાની જાહેરાત કરી હતી. વર્ષ 2019 માં, શોએ તેના પ્લોટ દ્વારા વોટિંગના મુદ્દાને પણ પ્રમોટ કર્યો હતો. આવી સ્થિતિમાં, મીડિયાએ અસિત મોદીને પૂછ્યું કે, કોઇ બીજી રાજકીય પાર્ટી પોતે પ્રચાર કરવા માટે તમારા શોના પાત્રોનો ઉપયોગ કરશે તો તમને કોઇ આપત્તિ હશે?
જેના જવાબમાં અસિત મોદીએ પોલિટિકલ આન્સર આપતા કહ્યું હતું કે, પ્રમાણિકતાથી કહું તો એ એ વાત પર નિર્ભર રહેશે કે તેઓ કેવું કન્ટેન્ટ બનાવી રહ્યા છે. ઘણા બધા લોકો સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવવા માટે અમારા કલાકારોનો ઉપયોગ કરે છે. પરંતુ જો આવું કંઈ અમને કહેવામાં આવશે તો અમે ચોક્કસ તેની તપાસ કરીશું. તેમણે એમ પણ કહ્યું કે શોની ટીમ હંમેશા સોશિયલ મીડિયા પર નજર રાખી શકતી નથી. તેની પાસે દર્શકો માટે એક શો પણ છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી ઈન્ડસ્ટ્રીનો અત્યાર સુધીનો સૌથી લાંબો શો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp