અક્ષય કુમાર-ટાઇગરની ફિલ્મ ઉંધા માથે પટકાઈ, 6 દિવસમાં ફક્ત આટલી કમાણી
ઈદના દિવસે રીલિઝ થયેલી બોલિવુડ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં બોક્સ ઓફિસ પર ઉંધા માથે પટકાઈ છે, ફિલ્મે છ દિવસમાં 50 કરોડની કમાણી પણ નથી કરી શકી. ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ જેવા કલાકાર હોવા છતા ફિલ્મને દર્શકો નથી મળી રહ્યા છે. ઈદની રજાનો પણ ફિલ્મને ફાયદો નહોતો મળ્યો. 300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 50 કરોડ સુધી પણ નથી પહોંચી. ફિલ્મે પહેલા દિવસે 15.65 કરોડની કમાણી કરી હતી, બીજા દિવસે 7.6, ત્રીજા દિવસે 8.5 કરોડ, ચોથા દિવસે 9.05 કરોડ, પાંચમા દિવસે 2.5 કરોડની કમાણી કરી હતી અને છઠ્ઠા દિવસે 2.25 કરોડની જ કમાણી કરી હતી. ફિલ્મનું છ દિવસનું કલેક્શન 45.55 કરોડ જ રહ્યું છે.
ફિલ્મ રિવ્યૂ
ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારની મચઅવેટેડ ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' 1 એપ્રિલ એટલે કે આજે ઈદ 2024ના અવસર પર વર્લ્ડ વાઈડ રીલિઝ થઈ ગઈ છે. આ દરમિયાન બડે મિયાં છોટે મિયાંનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ જોવા ગયેલા ફેન્સ અને દર્શકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એટલે કે ટ્વીટર પર રિવ્યૂ આપ્યું છે. ચાલો જાણીએ બડે મિયાં છોટે મિયાં માટે કેવું છે રિવ્યૂ.
એક યુઝરે લખ્યું કે, બડે મિયાં છોટે મિયાં સાથે પૂરું થયું. શું શૉ છે. અલી અબ્બાસ જફર, મૈસિવ પ્યોર માસ ઇન્ટરવાલ સાથે 5-6 માંસ એંડ બોલ્ડ પ્યોર રો એક્શન. અક્ષય કુમાર તમે એક્શન ક્લાઇમેક્સમાં ભગવાન છો. ગ્રાન્ડ પ્યોર LIT. ફાસ્ટ સ્ક્રીનપ્લે અને આકર્ષક ફેન સ્ટાફ એક માસ ફિલ્મ છે.
Done With #BadeMiyanChoteMiyan What a Show @aliabbaszafar 💥🔥💥🔥 Massive Pure mass Interval Block with 5-6 Mass and bold Pure Raw Action Stuff @akshaykumar You are god in Action Climax is Grand Pure LIT 💥
— Atul Singh Shanu 🔥 (@Mafiya_Singh11) April 11, 2024
Fast Screenplay and Engaging Full of Fan stuff a Mass Film .
⭐⭐⭐⭐🌟 pic.twitter.com/x6DCWDNBBf
બીજા યુઝરે ઓડિયન્સનું રિવ્યૂ શેર કર્યું. તો ફિલ્મને બ્લોકબસ્ટર બતાવી છે. ત્રીજા યુઝરે ફિલ્મને પોઝિટિવ રિવ્યૂ મળવાની વાત કહી છે. એ સિવાય ફિલ્મને શુદ્ધ એક્શન એન્ટરનેટર બતાવી છે.
#BadeMiyanChoteMiyan public reaction theatre blockbuster loading #AkshayKumar𓃵 sir ❤️ pic.twitter.com/mQCVqdMAPf
— GABBAR (@GABBAR07AKKI) April 11, 2024
Public review for #BadeMiyanChoteMiyan 🎉
— Akki_Superfan🔥RJ (@akkian_lifetime) April 11, 2024
Overall super positive reviews 💯 pure action entertainer 🔥 #BMCMReview #BadeMiyanChoteMiyan#AkshayKumar #TigerShroffpic.twitter.com/axRHx9d6IV
G jalne walo ki aur jalegi ye dekh kr #MaidaanReview #BadeMiyanChoteMiyan https://t.co/lgpJ1o7ZUO
— rajeev@king (@RjSaroj3) April 11, 2024
ફિલ્મની વાત કરીએ તો પહેલા બડે મિયાં છોટે મિયાં 10 એપ્રિલે રીલિઝ થવાની હતી, પરંતુ રીલિઝ ડેટ આગળ વધારીને 11 એપ્રિલ એટલે કે ઈદના દિવસે કરી દેવામાં આવી.ફિલ્મનું ડિરેક્શન અલી અબ્બાસ જફરે કર્યું છે. જેનું બજેટ 200-350 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે અલાયા એફ, માનુષી છિલ્લર અને સોનાક્ષી સિંહા લીડ રોલમાં નજરે પડવાના છે. જો કે, હવે જોવાનું એ રહેશે કે બડે મિયાં છોટે મિયાં પોઝિટિવ રિવ્યૂ સાથે પહેલા દિવસે કેટલી કમાણી કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp