‘બેકારીના દિવસ આવ્યા કામ’ અબરારનો રોલ મળવા પર બોબી દેઓલે કહી આ વાત
રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' ફૂલ પૈસા વસૂલ ફિલ્મ સાબિત થઈ રહી છે. બોક્સ ઓફિસ પર તે રાજ કરી રહી છે. માત્ર 3 દિવસોમાં 300 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ. તો એનિમલનો આગામી ટારગેટ 400 કરોડ ક્લબ છે. એનિમલમાં રણબીર કપૂરે પોતાના કરિયરની સૌથી શાનદાર અદાકારી કરી છે, પરંતુ તેને બોબી દેઓલ સખત ટક્કર આ આપી રહ્યો છે. ફિલ્મના હીરોને લઈને જેટલી ચર્ચા થઈ રહી છે એટલું જ ધ્યાન વિલન પણ ખેચી રહ્યો છે.
એનિમલમાં બોબી દેઓલને ગણતરીનો સ્ક્રીન ટાઈમ આપવામાં આવ્યો છે, પરંતુ એક્ટરે આ થોડી મિનિટોમાં એવું પરફોર્મન્સ આપ્યું છે કે પોતાની છાપ છોડી દીધી. તેનો ખૂંખાર અવતાર અને કંપાવી મૂકે તેવો અંદાજ દર્શકોના રૂવાડા ઊભા કરી રહ્યો છે. બોબી દેઓલે પોતાના હાલના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેને ફિલ્મ એનિમલ કેવી રીતે ઓફર થઈ હતી. એક વેબસાઇટ સાથે વાતચીત કરતા એક્ટર બોબી દેઓલે કહ્યું હતું કે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા, તેની બસ એક તસવીર જોઈને ઇમ્પ્રેશ થઈ ગયા હતા. બસ પછી શું હતું તેઓ સીધા બોબી દેઓલને મળવા પહોંચી ગયા. એ પણ કોરોનાના સમયે.
બોબી દેઓલે જણાવ્યું કે સંદીપ રેડ્ડી તેને મળવા આવ્યા અને કહ્યું કે, હું ઈચ્છું છું કે તું આ ફિલ્મ કર, કેમ કે મેં તારી તસવીર જોઈ અને તેમાં તારું ઇમ્પ્રેશન મને ખૂબ પસંદ આવ્યું. ડિરેક્ટરે તેને તેની એક તસવીર દેખાડી, જે સેલિબ્રિટી ક્રિકેટ દરમિયાન લીધી હતી. તસવીરમાં બોબી દેઓલ દૂરથી ઊભો રહીને ઘૂરી રહ્યો હતો. સંદીપ રેડ્ડીએ તસવીર દેખાડતા બોબીને કહ્યું હતું કે મને આ જોઈએ છે, આ એક્સપ્રેશન, આવું કેરેક્ટર છે મારું. તેના પર બોબી દેઓલે મજાકમાં કહ્યું કે, ‘બેકારીના દિવસ કામ આવી ગયા.’
ઇન્ટરવ્યૂમાં બોબી દેઓલે ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કે જ્યારે તેની માતા પ્રકાશ કૌરે એનિમલ જોઈ તો તેનું કેવું રીએક્શન હતું. બોબીએ જણાવ્યું કે ફિલ્મમાં તેનું ડેથ સીન જોઈને તેની માતાએ કહ્યું હતું કે ફિલ્મો ન કર, મારાથી એવું જોવાતું નથી. તેના પર બોબી દેઓલે પોતાની માતાને સમજાવી હતી કે આ ફિલ્મનું સીન છે અને તે તેની સામે એકદમ સારી રીતે ઊભો છે. બોબીએ આગળ કહ્યું કે, એનિમલમાં તેનું પરફોર્મન્સથી તેની માતા પણ ખૂબ ખુશ છે. તેની માતાએ કહ્યું હતું કે મારી બધી બેનપણીઓ તને મળવા માગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp