બોબી દેઓલે કેમ માગી એશ્વર્યા રાયની માફી, પોતાના જ મીમ્સ કરી રહ્યો છે ટ્વીટ

PC: hindustantimes.com

બોલિવૂડ એક્ટર બોબી દેઓલે હાલમાં પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. તે બોબીના લવ હોસ્ટેલના પ્રમોશનને લઈને બનાવવામાં આવેલો છે, જેમાં બોબી પર બનેલા મીમ્સ પણ છે, જે તેની જૂની ફિલ્મોમાંથી બનાવવામાં આવ્યા છે. વીડિયો શેર કર્યાની સાથે બોબીએ કહ્યું કે, ‘જ્યારે મે આ મીમ્સ જોયા ત્યારે હું સાચે જ ખૂબ હસ્યો.’

વીડિયોની શરૂ થાય ત્યારે બોબી દેઓલના શરૂઆતના દિવસોની ફિલ્મનો એક સીન છે, જેમાં તે એરપોડ લગાવેલો જોવા મળે છે. તેના પર પ્રતિક્રિયા આપતા બોબીએ કહ્યું કે, ‘જુઓ હું પહેલાથી જ સમય કરતા આગળ રહ્યો છું, સાથે જ મને લાગે છે કે મને તેમણે પેટેન્ટ કરવું જોઈતું હતું.’

વીડિયોમાં આગળ બોબી અને એશ્વર્યા રાય બચ્ચનનો સીન બતાવ્યો છે. તેનો આ સીન ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’નો છે, જેમાં બોબી એશ્વર્યાની નાકમાં RTPCR ટેસ્ટ જેવું કરતા જોવા મળે છે. તેના વિશે બોબી દેઓલ માટે લખવામાં આવ્યું હતું કે, તેમણે 90ના દશકમાં જ RTPCR પરીક્ષણની ભવિષ્યવાણી કરી હતી. જેના પર બોબીએ હાસ્યની સાથે કહ્યું કે, ‘માફ કરજે એશ્વર્યા, પણ બોબી ગોટ ‘સ્વોબી’ સમજાયું? સ્વાબ ટેસ્ટ, બોબી-સ્વાબી!’

આ વીડિયો વાયરલ થયા બાદ બોબીનું કહેવું છે કે, લોકોને પ્રેરિત કરવું તેનો શોખ છે. પોતાના પિતા અને પ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્ર વિશે કહ્યું કે, ‘પપ્પા હંમેશા કહે છે કે, સાચો મર્દ એ જ હોય, જે બધાને પ્રેરણા આપે.’

બોબી દેઓલની ફિલ્મ ‘લવ હોસ્ટેલ’ થોડા સમય પહેલા જ રીલિઝ થઇ છે, આ ફિલ્મમાં તેનો રોલ પ્રેક્ષકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ ફિલ્મમાં બોબી વિલેનના રોલમાં જોવા મળી રહ્યો છે. Zee5 પર રીલિઝ થયેલી આ ફિલ્મમાં બોબીની એક્ટિંગ જોઇને ફેન્સ ખૂબ જ ખૂશ છે. આના પહેલા પણ બોબી આશ્રમ જેવી વેબ સીરિઝમાં જોવા મળ્યો હતો. પ્રેક્ષકોએ આ સીરિઝમાં બોબીની એક્ટિંગની ખૂબ જ પ્રશંસા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp