કંગનાની ફિલ્મ 'તેજસ'નો ધબકડો, પહેલા દિવસની કમાણી જાણી ચોકી જશો

PC: twitter.com

કંગના રણૌતની આ શુક્રવારે રીલિઝ થયેલી ફિલ્મ તેજસ બોક્સ ઓફિસ પર ઉંધા માથે પટકાઈ છે.  વર્ષ બાદ કંગનાની કોઈ ફિલ્મ થિએટરમાં રીલિઝ થઈ છે. આ ફિલ્મને લઈને ખૂબ ચર્ચા થતી હતી કે આ ફિલ્મ કંગનાની બેસ્ટ ફિલ્મ હશે અને સારી કમાણી કરશે, પરંતુ પહેલા જ દિવસે ફિલ્મ થિએટરમાં ઉંધા માથે પટકાઈ છે અને ફક્ત 1.25 કરોડની આખા દેશભરમાં કમાણી કરી શકી છે. કંગનાએ ફિલ્મનું પ્રમોશન પણ જોરશોરથી કર્યું હતું પરંતુ આ કામમાં આવ્યું નથી, કારણ કે દર્શકો થિએટરમાં જ આવ્યા નથી.

કંગના રણૌતની ફિલ્મ ‘તેજસ’ જોતા પહેલા વાંચી લો આ રિવ્યૂ નહિતર પસ્તાશો

કંગના રણૌત બોલિવુડના સૌથી વિવાદિત સ્ટાર્સમાંથી એક રહી છે. તેને પોતાની નીડરતા માટે ઓળખવામાં આવે છે. દેશ અને દુનિયામાં કંઇ પણ થઈ રહ્યું હોય, તેના પર એક્ટ્રેસ પોતાનું મંતવ્ય રાખતા પાછળ હટતી નથી. ઘણા લોકોને તેની આ વાત અને તેણે કહેલી વાતો જરાય પસંદ કરતા નથી, પરંતુ ઓછામાં ઓછા તેઓ એમ કહી શકે છે કે કંગના રણૌત એક સારી એક્ટ્રેસ છે, પરંતુ જો એ લોકો કંપની નવી ફિલ્મ ‘તેજસ’ જોઈ લીધી તો એ પણ નહીં કહી શકે.

ફિલ્મની કહાની સાંભળવામાં ભલે સારી કે ઠીક લાગી રહી હોય, પરંતુ તેને પરદા પર ઢંગથી ઉતારવામાં મેકર્સ નિષ્ફળ રહ્યા છે. આ ફિલ્મમાં એક્ટિંગથી લઈને એડિટિંગ, VFX, ડાયલોગ, કંસિસ્ટેન્સી દરેક વસ્તુની પરેશાની છે. ફિલ્મના ફાસ્ટ હાફને જોઈને લાગી રહ્યું છે કે, કંગના એક્ટિંગ જ ભૂલી ગઈ છે. ક્યાંક ક્યાંક તો તેની હરકત એટલી બાલિશ લાગે છે કે તમે માથું પકડી લો છો. તેજસ ગિલમાં કંગનાએ મહેનત કરી છે તે દેખાય છે, પરંતુ માત્ર કોમ્બેટ ટ્રેનિંગમાં. ફિલ્મ ખૂબ આગળ-પાછળ દોડે છે. તેજસને છોડીને બધા પાત્ર ઉથલેલા છે.

એક તેજસને હીરો દેખાડવાના ચક્કરમાં કોઈ અન્ય વસ્તુ પર જાણે કામ ન કરવામાં આવ્યું હોય. ફિલ્મનો દરેક ડાયલોગ તમને ક્રિંજ ફિલ કરાવે છે. એક સીનમાં તેજસ પોતાના સાથી પ્રશાંત પાસે જઈને પૂછે છે કે તે શું બડબડી રહ્યો છે. તે કહે છે કે તેણે એક કવિતા લખી છે. તે કવિતા શું છે? ‘હમ ઉડતે ઉડતે જાયેંગે, દેશ કે કામ આયેંગે.’ ફિલ્મના સીન્સ જોતા લાગે છે કે ડિરેક્ટર સર્વેસ મેવાડા તેને બનાવતા બનાવતા પોતે જ ભૂલી રહ્યા હતા કે એક પાત્ર ક્યારે ક્યાં શું કરી રહ્યું છે.

એક સીનમાં એક વાત થઇ રહી છે અને બીજા સીનમાં એ વાત બદલાઇ જાય છે. પહેલા પાત્ર ડિનર જવાની વાત કરી રહ્યા છે, અને આગામી સીનમાં તેને લઈને કહી રહ્યા છે લંચ થયો નથી, ચાલો ડિનર કરીએ. ફિલ્મમાં એક પણ પાત્રને જોડવામાં અવસર તમને મળતો નથી. અહી સુધી કે તેજસ સાથે પણ નહીં. મોટા અને ભારે સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવા છતા તેમના પાત્રોમાં તેની કોઈ ઊંડાઈ નજરે ન પડી અને ન તો તેમને સ્ક્રીન પર આ પ્રકારે જીવિત કરવામાં આવ્યા છે કે તમે તેની સાથે જોડાવ. ફિલ્મમાં ઘણી બાલિશ વસ્તુ છે. એક કમ્પ્યુટરાઇઝ્ડ ફિલ્મ પાછળ ઇન્ડિયન એરફોર્સના બધા વિમાન છુપાવી દેવામાં આવી રહ્યા છે.

એ વિમાન બીજા દેશની અંડર ઊભા છે અને તેમની રડાર તેમને પકડી શકતી નથી. દેશમાં આતંકી ઘૂસી ગયા છે અને હુમલો કરવાના છે, પરંતુ 2 મિનિટમાં તેમને ખતમ કરી દેવામાં આવી રહ્યા છે. મોટી મોટી મુશ્કેલીઓ કોઈ પણ ખાસ બિલ્ડ-અપ વિના સોલ્વ કરી લેવામાં આવી રહી છે. આ એવા સિક્વેન્સ છે જેમને જોતા તમારું હાર્ટ ધડકવું જોઈએ, પરંતુ અફસોસ એમ કંઇ પણ થતું નથી. ફિલ્મના VFXની વાત ન કરવામાં આવે તો સારું છે કેમ કે એ ખૂબ જ ખરાબ છે.

VFX જોઇને તમને કોઈ સસ્તી કાર્ટૂન ફિલ્મની યાદ આવી જશે. આ કંગનાની સૌથી નબળી અને ખરાબ ફિલ્મોમાંથી એક છે. કંગનાએ તેનાથી ખૂબ જ સારું કામ કરીને દેખાડ્યું છે. અહી તેને જોઈને વિશ્વાસ જ થતો નથી કે આ એ જ કંગના છે જેણે ક્વીન જેવી ફિલ્મ આપી છે. તેની સાથે તેમાં અંશુલ ચૌહાણ છે. તેનું કામ ખૂબ સારું છે. આશિષ વિદ્યાર્થી, વરુણ મિત્રા, મુશ્તાક કાક જેવા એક્ટર્સ પણ આ ફિલ્મનો હિસ્સો છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ એકદમ ઝેલવા લાયક નથી, સેકન્ડ હાફ તેની તુલનામાં સારો છે. કુલ મળીને 'તેજસ ' ખૂબ નિરાશ કરનારી ફિલ્મ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp