થાલાપતિ વિજયની પોતાની છેલ્લી ફિલ્મ માટે કોઈ નિર્માતા નથી મળતો? 250 કરોડ છે કારણ
થાલાપતિ વિજયે થોડા મહિના પહેલા જાહેરાત કરી હતી કે, તે અભિનયમાંથી નિવૃત્ત થવા જઈ રહ્યો છે. વિજય તેની ફિલ્મ GOAT અને આગામી થાલાપતિ 69 પછી અભિનય છોડી દેશે. હવે અહેવાલો આવી રહ્યા છે કે, તેની આ છેલ્લી ફિલ્મ માટે કોઈ નિર્માતા નથી મળી રહ્યા.
આ વર્ષે ફેબ્રુઆરીમાં થાલાપતિ વિજયે જાહેરાત કરી હતી કે, તે ફિલ્મો છોડીને સંપૂર્ણપણે રાજકારણમાં જોડાશે. પોતાનો બધો સમય પાર્ટીને આપશે. આ પહેલા તે બે ફિલ્મોમાં કામ કરશે, કારણ કે તે આ બે ફિલ્મો કરવા માટે પહેલેથી જ પ્રતિબદ્ધ થયા છે. આમાંથી એક ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ હશે. બીજી તેની અનટાઈટલ ફિલ્મ હશે. જેને હાલમાં થાલાપતિ 69 કહેવામાં આવે છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, થાલાપતિ 69નું નિર્માણ RRRના ભૂતપૂર્વ નિર્માતા DVV દાનૈયા દ્વારા કરવામાં આવશે. પરંતુ હવે તે આ પ્રોજેક્ટમાંથી ખસી ગયો છે. રિપોર્ટ અનુસાર, તેનું કારણ વિજયની વધતી માંગ છે. અગાઉ વિજય આ ફિલ્મ માટે 200 કરોડ રૂપિયાની ફી માંગી રહ્યો હતો. ત્યાર પછી તેણે તેને વધારીને 250 કરોડ રૂપિયા કરી દીધી.
ફક્ત એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વિજયે ફી વધારવાની સાથે જ નિર્માતા પાસે આ ફિલ્મ માટે ડિરેક્ટર H વિનોદને હાયર કરવાની પણ માંગ કરી છે. 'થુનીવુ', 'વાલીમઈ' અને 'બ્લફ માસ્ટર' જેવી ફિલ્મોના લેખક છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નિર્માતા આ વાત પર વિજય સાથે સહમત નથી. એટલા માટે તેઓ આ ફિલ્મમાંથી પાછા હટી ગયા છે.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 'થાલાપતિ 69' ફિલ્મનો હવે કોઈ નિર્માતા નથી. આવી સ્થિતિમાં, ટીમ KVN પ્રોડક્શન્સ પાસે પણ પહોંચી ગઈ છે. પરંતુ હજુ સુધી કંઈ નક્કી થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિજયની ફીની સાથે H. વિનોદના નિર્દેશન વિશે પણ કોઈ નિશ્ચિતતા નથી. જો ફિલ્મ બન્યા પછી સારી કમાણી નહીં કરે તો, નિર્માતાઓને ભારે નુકસાન થશે. તેથી જ 'થાલાપતિ 69'માં હાથ નાખવા માટે કોઈ તૈયાર નથી.
ચાલો જે હોય તે, હાલમાં વિજયની ફિલ્મ GOAT રિલીઝ માટે તૈયાર છે. વેંકટ પ્રભુ તેનું નિર્દેશન કરી રહ્યા છે. આ પહેલા તેણે 'મનકથા', 'માનાડુ', 'વિક્ટિમ' અને 'કસ્ટડી' સહિત ડઝનેક ફિલ્મો બનાવી છે. આ ફિલ્મમાં થાલાપતિ વિજયની સાથે જયરામ, યોગી બાબુ, પ્રભુ દેવા અને મીનાક્ષી ચૌધરી જેવા કલાકારો કામ કરી રહ્યા છે. 'GOAT'ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ તે 2024ના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp