પ્રેગ્નેન્સીથી પણ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે સેલિબ્રિટી, જાણો કેવી રીતે

PC: timesofisrael.com

સેલિબ્રિટી રીલ લાઈફ સિવાય રીયલ લાઈફમાં શું કરી રહ્યા છે જાણવામાં સૌ કોઈને રસ હોય છે. તે ક્યારે લગ્ન કરશે. એના પતિનું નામ શું હશે, તે શું કરતો હશે. લગ્ન થયા બાદ ક્યારે એને ત્યાં સંતાન થશે, સંતાન થશે તો એનું નામ શું હશે, છોકરી હશે કે છોકરી વગેરે વગેરે...પરંતુ, આજથી દાયકાઓ પહેલા સેલિબ્રિટીઓએ આવું કંઈ વિચાર્યું ન હતું કે, તેઓ પોતાના સંતાનો કે ન્યુ બોર્ન બેબીની જાણકારી જાહેર કરવી જોઈએ. આજના સમયે સેલિબ્રિટી પ્રેગ્નેન્સી એક પ્રકારનો બિઝનેસ છે. જેમાં કરોડો રૂપિયાનો વ્યાપાર થાય છે. બ્રાંડિગ, સોશિયલ મીડિયા પ્રમોશન જેવી અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક એવી કંપનીઓ છે જે સેલિબ્રિટીઓને ગર્ભાવસ્થા દરમિયાન અનેક ઉત્પાદનોનું બ્રાંડિગ અને પ્રમોશન કરવા માટે સંપર્ક કરે છે. એમનું સોશિયલ મીડિયા મેનેજ કરવા માટે એક અલગથી કંપની કામ કરતી હોય છે. પ્રેગ્નેટ છે એવું એલાન કરવા માટે પણ એક પ્રકારની સ્પોન્સરશીપ મળે છે. મેડિકલના ઉત્પાદન બનાવતી એક કંપની વર્ષ 2013થી અત્યાર સુધીમાં કુલ 70થી વધુ સેલિબ્રિટીઓ અને સોશિયલ મીડિયા એન્ફ્લુએન્સર્સ સાથે એન્ડોર્સમેન્ટ વર્ક કરી ચૂકી છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રકારનો વ્યાપાર ઘણી તેજીથી ચાલી રહ્યો છે. ગાયક રોજર્સ અને બોલરૂમ ડાંસર કરીના સ્મર્નઓફે પોતે ગર્ભવતી છે એવું એલાન બ્રાંડ પ્રમોશન અને એન્ડોર્સમેન્ટ સાથે કર્યું હતું. આવા ઘણા કલાકારો માટે કંપનીઓ ગર્ભધારણથી લઈને પ્રસુતી સુધી એ તમામ ઉત્પાદનોનું બ્રાંડિગ કરાવે છે. જેના બદલામાં સેલિબ્રિટીને સારૂ એવું પેમેન્ટ પણ મળી રહે છે. આ માટે કેટલાક સેલિબ્રિટી તો રૂ.7 કરોડ સુધીની ફી વસુલ કરે છે.

સેલિબ્રિટી ઓડ્રિના પેટ્રિઝે વર્ષ 2015માં ટ્વીટર પરથી જાહેર કર્યું હતું કે, પોતે ગર્ભવતી છે. જેમાં એક પ્રેગ્નેન્સી ટેસ્ટ કરતી કંપનીના ઉત્પાદનનું તે એન્ડોર્સમેન્ટ કરી રહી છે. તેણે ટ્વીટર પર પોતાની એક પોસ્ટમાં લખ્યું હતું કે,બેબી ઓન ધ વે અને પછી તે ગર્ભ અંગે તપાસ કરતી કંપનીના ઉત્પાદન વિશે કંપનીએ કન્ફર્મ કર્યું હતું. પછી આ સેલિબ્રિટીએ કહ્યું હતું કે, આમાં છુંપાવા જેવી કોઈ વાત નથી.લોકોને ખબર પડવી જોઈએ કે, તમે ગર્ભવતી છો. તમે મા બનવાના છો.આ દુનિયાની સૌથી મોટી ખુશી છે. બે વર્ષ પહેલા બ્રિટિશ મોડેલ ઈસ્કરા લોરેન્સે પણ પોતાના બોયફ્રેન્ડ સાથે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. તેને પણ પ્રેગ્નેન્સી ટેસ્ટ કરી કંપનીએ પૈસા આપ્યા હતા. જેમાં 20 હજાર ડૉલર્સ એટલે આશરે 11.49 લાખ રૂપિયા જેવી મોટી રકમ આપવામાં આવી હતી. જેથી લોકોને એક મેડિકલ સપોર્ટ મળી રહે. ખાસ કરીને એવા યુગલને જેને ગર્ભધારણ કરવા માટે મુશ્કેલી પડી રહી છે. ઈસ્કરાએ કહ્યું હતું કે, આ માટે ઘણું પીઆર, બ્રાંડ એન્ડોર્સમેન્ટ અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

Socialyte નામથી એક બ્રોકર કંપની છે જે સેલિબ્રિટીઓના પ્રેગ્નેન્સી ટાઈમ પર એક મોટો બિઝનેસ કરે છે. આ કંપનીના વાઈસ પ્રેસિડન્ટ સારાહ બોયડે કહ્યું હતું કે, સેલિબ્રિટી પ્રેગ્નેન્સી એક બિઝનેસ છે. આ સેલિબ્રિટીઓની ફી એની લોકચાહના પર અને સમય અનુસાર નક્કી કરવામાં આવે છે. ઘણી વખત સેલિબ્રિટી ખુદ પેમેન્ટ કરી આપે છે. ત્યાર પછી આ બધુ કામ થાય છે. લોકપ્રીય સેલિબ્રિટી કાઈલી જેનર ક્યારેક પ્રેગ્નેન્સી એન્ડોર્સમેન્ટ માટે 1 મિલિયન ડૉલર્સ એટલે કે, આશરે 7.29 કરોડ રૂપિયા સુધીની માગ કરી શકે છે.

ડ્રેક યુનિવર્સિટીમાં લૉ, પોલિટિક્સ અને સોસાયટીના પ્રોફેસર રીની ક્રેમર કહે છે કે, બ્રાંડ પાર્ટનરશીપ આજકાલ માતૃત્વને મોટો વેગ આપે છે. જોકે, પૈસા જોડીને જોવામાં આવે તો એમાં કંઈ ખોટું તો નથી. આ પ્રકારની ભાગીદારીમાં સેલિબ્રિટીઓ સામાન્ય મહિલાઓને દર્શાવે છે કે, ગર્ભધારણ કરતી વખતે શું સાવચેતી રાખવાની હોય છે. કંઈ કંપનીનું ઉત્પાદન પ્રેગ્નેન્સી ટેસ્ટ માટે યોગ્ય છે. ક્યું ડાઈપર્સ સારૂ છે. આ એક પ્રકારનુ જાગૃતિ અભિયાન છે.

 

નિકોલ પોલિઝ્ઝી એટલે કે સ્નૂકી નામની એક જાણીતી સેલિબ્રિટી ટીવી સ્ટારે 2012માં પીપલ મેગેઝિનના કવર પેજ પર પોતે ગર્ભવતી છે એ સમયનો ફોટો પ્રિન્ટ કરાવ્યો હતો. કલાકારે કહ્યું કે, આ એ સમયની એક ડીલ અનુસાર થયું હતું. લોકો જાણવા માગતા હતા અને મે એમની ઈચ્છાપૂર્તિ કરી. આ જ રીતે હોલિવુડની એક્ટ્રેસ ડેનિયલ બ્રુક્સે પણ પોતાની ગર્ભાવસ્થાનો સમય બ્રાંડ પાર્ટનરશીપમાં બદલી નાંખ્યો હતો. પ્રેગ્નેન્સી ટેસ્ટ કરતી કંપનીનું ઉત્પાદન કરતી એક કંપની સાથે ડીલ કરી હતી. આ માટે ડેનિયલે કહ્યું હતું કે,મેં મારા પરિવાર માટે આ કર્યું છે. પોતાના પરિવાર માટે જેને જે યોગ્ય લાગે છે તે એવું કરે છે. એમાં કંઈ ખોટું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp