યુટ્યુબે કેમ હટાવ્યું ચાહત ફતેહ અલી ખાનનું ગીત ‘Bado Badi’, લાખોમાં હતા વ્યૂઝ

PC: twitter.com

સોશિયલ મીડિયા પર રોજ કંઈક ને કંઈક વાયરલ થતું રહેતું હોય છે, તેમ હાલના દિવસોમાં એક ગીત ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ ચાહત ફતેહ અલી ખનના ગીત ‘Bado Badi’ની. આ ગીતને યુટ્યુબે રિમૂવ કરી દીધું છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સથી લઈને યુટ્યુબ વીડિયોસ અને શોર્ટ્સ પર પણ ગીતે ખૂબ ધૂમ મચાવી રાખી છે. ચાહત ફતેહ અલી ખાનની સત્તાવાર યુટ્યુબ ચેનલ પરથી પોસ્ટ કરવામાં આવેલી વીડિયો પર 25 મિલિયન કરતા વધુ વ્યૂઝ હતા. જો કે, હવે આ ગીતને રિમૂવ કરી દેવામાં આવ્યું છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે આખરે શા માટે આ ગીતને રિમૂવ કરવામાં આવ્યું છે.

કેમ હટાવવામાં આવ્યું ‘Bado Badi’ ગીત?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચાહત ફતેહ અલી ખાનનું ગીત ‘Bado Badi’ને કૉપીરાઇટ ઇશ્યૂના કારણે હટાવવામાં આવ્યું છે. આ ગીત વર્ષ 1973માં આવેલી ફિલ્મ ‘બનારસી ઠગ’ માટે નૂર જહાંએ ગાયું હતું. બંને ગીતોના બોલ સમાન હતા, જેના કારણે ચાહત ફતેહ અલી ખાનના ગીતને રિમૂવ કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ. ઓરિજિનલ કમ્પોઝિનના રાઇટ્સ રાખનારી નૂર જહાંની ટીમ કોપીરાઇટને ક્લેમ કરી શકે છે. આ ગીતને ચાહત ફતેહ અલી ખાનની યુટ્યુબ ચેનલ અપર એપ્રિલ 2024માં શેર કરવામાં આવ્યું હતું. આ ગીતને તમામ સિંગરોએ રીલ્સમાં ઉપયોગ કર્યુ છે. જો કે, હવે આ વીડિયો યુટ્યુબ (ચાહત ફતેહ અલી ખાનની ચેનલ) પર નથી.

શું યુટ્યુબ આમ હટાવે છે વીડિયો?

કદાચ તમારા મનમાં સવાલ આવ્યો હોય કે શું યુટ્યુબ આ પ્રકારે કોઈ વીડિયો રિમૂવ કરે છે? તો તેનો જવાબ છે હા. યુટ્યુબ કોઈ પણ વીડિયોને કૉપીરાઇટ ઇશ્યૂ થવા પર રિમૂવ કરી શકે છે. અહી સુધી કે જો તમે કોઇની મરજી વિના તેની તસવીર કે કોઈ ક્લિપને પોતાના યુટ્યુબ વીડિયોમાં ઉપયોગ કર્યો અને એ વ્યક્તિ તેના પર કોપીરાઇટ ક્લેમ કરી શકે છે. તો એવા વીડિયોને રિમૂવ કરી શકાય છે.

કોણ છે ચાહત ફતેહ અલી ખાન?

શરૂઆતમાં આ ગીતમાં ફીચર થયેલી એક્ટ્રેસ વજદાન રાવ રાંગડને લોકોએ ખૂબ જ ટ્રોલ કરી હતી. ગીત પર વાત કરતા વજદાન રાવ રાંગડે કહ્યું હતું કે દુર્ભાગ્યથી મેં આ ગીત પર પરફોર્મ કર્યું. લોકો મને ટ્રોલ કરી રહ્યા છે અને સવાલ કરી રહ્યા છે કે મેં આ ગીત કેમ કર્યું. મેં જવાબ આપ્યો કે, મારી પાસે ઈદ પર કપડાં ખરીદવા માટે પૈસા નહોતા અને આ કામ ચોરી કરવાથી સારું છે. ચાહત ફતેહ અલી ખાનની વાત કરીએ તો ઘણા લોકો તેની બાબતે પણ ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે. ચાહત ફતેહ અલી ખાનનું અસલી નામ કાશિફ રાણા છે. તેનો જન્મ માર્ચ 1965માં થયો હતો. તેણે ઘણા બીજા ગીત પણ ગાયા છે, પરંતુ ‘Bado Badi’ મીમ્સ કલ્ચરનો હિસ્સો બનવાના કારણે વધુ વાયરલ થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp