કાર્તિક આર્યનનો 'ચંદુ ચેમ્પિયન' લુક વાયરલ, એક્ટરને ઓળખવો મુશ્કેલ
ફેન્સ કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'ની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. લાંબા સમયથી એક્ટરની ડાઇટની ચર્ચામાં થઈ રહી છે. ફિલ્મ માટે ન માત્ર કાર્તિકે ખાસ ડાઈટ લીધી છે, પરંતુ મીઠું ખાવાનું પણ છોડી દીધું હતું. એ સિવાય તેમણે રેસલિંગની સખત ટ્રેનિંગ પણ કરી હતી. હવે ફિલ્મ ચંદુ ચેમ્પિયન'થી કાર્તિક આર્યનનો પહેલો લુક સામે આવી ગયો છે. ફિલ્મના પહેલા પોસ્ટરમાં કાર્તિકને પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં જોઈ શકાય છે. ચંદુ ચેમ્પિયન આ વર્ષની સૌથી મોટી રીલિઝમાંથી એક થવાની છે.
પોસ્ટરમાં મસક્યુલર કાર્તિક આર્યન માટીમાં લથપથ થઈને દોડ લગાવતો નજરે પડી રહ્યો છે. તેનો લુક એટલો અલગ છે કે તેને તસવીરમાં ઓળખી શકવો પણ મુશ્કેલ છે. ચંદુ ચેમ્પિયનનો ફર્સ્ટ લુક પોસ્ટર આશાથી વિરુદ્ધ છે. જે શોકિંગ અને ખૂબ અનોખુ છે. એવું જેવું કે કોઈએ પણ વિચાર્યું નહોતું. પોસ્ટરમાં કાર્તિક આર્યનને એક રેસલરના રૂપમાં લંગોટ પહેરીને જોઈ શકાય છે. પોસ્ટર ફિલ્મને ખૂબ જ માસી અપીલ આપી રહ્યું છે. કાર્તિક ફર્સ્ટ લૂકમાં ખૂબ કોન્ફિડેન્સ લાગી રહ્યું છે. આ જ એ વસ્તુ છે જે તેને સૌથી એક્સાઇટિંગ ફર્સ્ટ લૂક્સમાંથી એક બનેલી છે. કાર્તિકના પહેલા લૂકથી સ્પષ્ટ છે કે તેમણે ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' માટે કેટલી મહેનત કરી હશે.
ફિલ્મનું પોસ્ટર જોયા બાદ ફેન્સનું દિલ ખુશ થઈ ગયું છે. યુઝર્સનું કહેવું છે કે, આ નવા અવતારમાં તેઓ કાર્તિકને ઓળખી જ ન શક્યા. એક યુઝરે કમેન્ટ કરી કે પહેલી ઝલકમાં વિશ્વાસ જ ન થયો કે તમે છો. શું લુક છે. બીજાએ લખ્યું કે, આ ટ્રાન્સફોર્મેશન એકદમ કડક છે. તો કેટલાક યુઝર્સને કાર્તિકનો નવો લુક પસંદ આવી રહ્યો નથી. યુઝર્સનું કહેવું છે કે એક્ટર હદથી વધારે પાતળો લાગી રહ્યો છે. કાર્તિકને ફિલ્મ ચંદુ ચેમ્પિયન માટે ઓલિમ્પિક સ્વિમિંગ ચેમ્પિયન વીરધવલ ખાડેએ ટ્રેઇન કર્યો છે.
અર્જૂન એવોર્ડ વિજેતા અને સ્વિમિંગ ચેમ્પિયન વીરધવલ ખાડેએ ફિલ્મ માટે કાર્તિકને સ્વિમિંગ સ્કિલ્સમાં સુધાર માટે ટ્રેનિંગ આપી હતી. ફિલ્મ માટે કાર્તિક એક મોટા બદલાવથી પસાર થયો છે. તેણે 8-10 મહિના સુધી સખત ટ્રેનિંગ કરી. એ સિવાય તેણે મીઠું ખાવાનું પણ છોડી દીધું હતું. ફિલ્મનું શૂટિંગ પૂરી થવા પર ડિરેક્ટર કબીર ખાનનું મોઢું રસમલાઈથી મીઠું કરાવવામાં આવ્યું હતું. સાજિદ નાડિયાદવાલા અને કબીર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ચંદુ ચેમ્પિયન, 14 જૂન 2024ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp