‘ચંદુ ચેમ્પિયન’નું ટ્રેલરના વ્યૂ 50 લાખ પાર, કાર્તિકના કરિયરની સૌથી ફિલ્મ છે આ
કાર્તિક આર્યનની મોસ્ટ એવેઇટેડ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. ચંદુ ચેમ્પિયનના ટ્રેલરને જોતા લાગે છે કે, આ વર્ષ 2024ની સૌથી મોટી ફિલ્મોમાંથી એક હશે અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દેશે. ફિલ્મમાં કાર્તિક આર્યન સિવાય ભુવન અરોરા, યશપાલ શર્મા, વિજય રાજ અને રાજપાલ યાદવ પણ જોવા મળશે, ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ મહારાષ્ટ્રના સાંગલીના વતની મુરલીકાંત પેટકરના જીવન પર બની છે. પેટકર ઈન્ડિયન આર્મીમાં હતા, તેમણે 1965ના યુદ્ધમાં દેશ માટે ઘણી ગોળી પણ પોતાની છાતી પર લીધી છે. ત્યાર બાદ તેઓ કોમામાં ચાલ્યા ગયા હતા પણ પછી એવો ચમત્કાર થયો કે તેમને હોશ આવી ગયું. પરંતુ એક હાથ ડિસેબલ થઈ જવાથી તેઓ બોક્સિંગનું પોતાનું કરિયર ચાલુ ન રાખી શક્યા, પરંતુ તેઓ હારીને ન બેઠા, તેમણે બીજી ગેમ્સ રમવાની ચાલુ કરી. પેટકરે સ્વિમિંગ, જેવલિન થ્રો, ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું અને કેટલીય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો. જર્મનીમાં 1972મા સમર પેરાલિમ્પિક્સમાં તેમણે સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. ભારત માટે પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર તેઓ પહેલા ખેલાડી બની ગયા હતા. તેમને અર્જુન એવોર્ડ અને પદ્મ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્તિક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયનનું બીજું પોસ્ટર પણ રીલિઝ થઈ ગયું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. પહેલા પોસ્ટરમાં કાર્તિક આર્યન લંગોટમાં ભાગતો જોવા મળ્યો હતો, જ્યારે બીજા પોસ્ટરમાં તે બોક્સરના રોલમાં જોવા મળ્યો હતો. બીજા પોસ્ટરમાં પણ તેના બોડી ટ્રાન્સફોર્મેશનની ઝલક જોવા મળે છે.
ફેન્સ કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'ની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. લાંબા સમયથી એક્ટરની ડાઇટની ચર્ચામાં થઈ રહી છે. ફિલ્મ માટે ન માત્ર કાર્તિકે ખાસ ડાઈટ લીધી છે, પરંતુ મીઠું ખાવાનું પણ છોડી દીધું હતું. એ સિવાય તેમણે રેસલિંગની સખત ટ્રેનિંગ પણ કરી હતી. હવે ફિલ્મ ચંદુ ચેમ્પિયન'થી કાર્તિક આર્યનનો પહેલો લુક સામે આવી ગયો છે. ફિલ્મના પહેલા પોસ્ટરમાં કાર્તિકને પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં જોઈ શકાય છે. ચંદુ ચેમ્પિયન આ વર્ષની સૌથી મોટી રીલિઝમાંથી એક થવાની છે.
પોસ્ટરમાં મસક્યુલર કાર્તિક આર્યન માટીમાં લથપથ થઈને દોડ લગાવતો નજરે પડી રહ્યો છે. તેનો લુક એટલો અલગ છે કે તેને તસવીરમાં ઓળખી શકવો પણ મુશ્કેલ છે. ચંદુ ચેમ્પિયનનો ફર્સ્ટ લુક પોસ્ટર આશાથી વિરુદ્ધ છે. જે શોકિંગ અને ખૂબ અનોખુ છે. એવું જેવું કે કોઈએ પણ વિચાર્યું નહોતું. પોસ્ટરમાં કાર્તિક આર્યનને એક રેસલરના રૂપમાં લંગોટ પહેરીને જોઈ શકાય છે. પોસ્ટર ફિલ્મને ખૂબ જ માસી અપીલ આપી રહ્યું છે. કાર્તિક ફર્સ્ટ લૂકમાં ખૂબ કોન્ફિડેન્સ લાગી રહ્યું છે. આ જ એ વસ્તુ છે જે તેને સૌથી એક્સાઇટિંગ ફર્સ્ટ લૂક્સમાંથી એક બનેલી છે. કાર્તિકના પહેલા લૂકથી સ્પષ્ટ છે કે તેમણે ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' માટે કેટલી મહેનત કરી હશે.
ફિલ્મનું પોસ્ટર જોયા બાદ ફેન્સનું દિલ ખુશ થઈ ગયું છે. યુઝર્સનું કહેવું છે કે, આ નવા અવતારમાં તેઓ કાર્તિકને ઓળખી જ ન શક્યા. એક યુઝરે કમેન્ટ કરી કે પહેલી ઝલકમાં વિશ્વાસ જ ન થયો કે તમે છો. શું લુક છે. બીજાએ લખ્યું કે, આ ટ્રાન્સફોર્મેશન એકદમ કડક છે. તો કેટલાક યુઝર્સને કાર્તિકનો નવો લુક પસંદ આવી રહ્યો નથી. યુઝર્સનું કહેવું છે કે એક્ટર હદથી વધારે પાતળો લાગી રહ્યો છે. કાર્તિકને ફિલ્મ ચંદુ ચેમ્પિયન માટે ઓલિમ્પિક સ્વિમિંગ ચેમ્પિયન વીરધવલ ખાડેએ ટ્રેઇન કર્યો છે.
અર્જૂન એવોર્ડ વિજેતા અને સ્વિમિંગ ચેમ્પિયન વીરધવલ ખાડેએ ફિલ્મ માટે કાર્તિકને સ્વિમિંગ સ્કિલ્સમાં સુધાર માટે ટ્રેનિંગ આપી હતી. ફિલ્મ માટે કાર્તિક એક મોટા બદલાવથી પસાર થયો છે. તેણે 8-10 મહિના સુધી સખત ટ્રેનિંગ કરી. એ સિવાય તેણે મીઠું ખાવાનું પણ છોડી દીધું હતું. ફિલ્મનું શૂટિંગ પૂરી થવા પર ડિરેક્ટર કબીર ખાનનું મોઢું રસમલાઈથી મીઠું કરાવવામાં આવ્યું હતું. સાજિદ નાડિયાદવાલા અને કબીર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ચંદુ ચેમ્પિયન, 14 જૂન 2024ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp