ભાષા વિવાદ પર ચિત્રાંગદા સિંહ બોલી ઈન્ડિયામાં એક જ લેંગ્વેજ કંઈ રીતે હોઈ શકે?

PC: twitter.com

ચિત્રાંગદા સિંહ હાલમાં જ નુપૂર અસ્થાનાની ફિલ્મ 'કટીંગ ચાય'માં દેખાઈ હતી. આ ફિલ્મમાં તે અરશદ વારસીના અપોઝીટમાં હતી. આ ફિલ્મ વેબ સીરીઝ 'મોર્ડન લવ' હેઠળ હતી. ફિલ્મમાં ચિત્રાંગદા સિંહે લતિકાનો રોલ નિભાવ્યો હતો.

બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ ખૂબ જ ઓછું સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. આજકાલ ઇન્ડસ્ટ્રીમાં સાઉથ Vs બોલિવૂડને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યા છે. હાલમાં જ ચિત્રાંગદા સિંહ 'કટીંગ ચાય' વેબ સીરીઝમાં દેખાઈ હતી. ભાષા પર છેડાયેલા શબ્દોના યુદ્ધને લઈને ચિત્રાંગના સિંહે પણ બાકીના સેલિબ્રિટીઓની જેમ પોતાનો પક્ષ મૂક્યો છે. એક્ટ્રેસ આ ડિબેટથી અસહમત છે. તેનું માનવું છે કે ભારતમાં એક જ ભાષા કઈ રીતે હોઈ શકે છે. રિપોર્ટ મુજબ ચિત્રાંગદા સિંહે ભારતની યૂનિકનેસ અને ડાયવર્સ કલ્ચરને લઈને પણ પોતાની વાત મૂકી.

ચિત્રાંગદા સિંહે મુક્યો પોતાનો પક્ષ

ચિત્રાંગદા સિંહનું કહેવું છે કે, ભારતની બ્યુટી એજ છે કે, આ દેશમાં ઘણી બધી ભાષાઓ બોલવામાં આવે છે. આપણે ત્યાં ઘણી બધી ક્યૂજીન્સ છે. ડાઇવર્સ કલ્ચર છે અને દરેક વસ્તુ હાજર  છે. મારા માટે એ જ ભારત છે. નેશનલ લેંગ્વેજ, નેશનલ બર્ડ, આ દરેક વસ્તુ એક સિમ્બોલ છે. આ વસ્તુઓ ભારતને બદલતી નથી. ભારત ખૂબ મોટો દેશ છે. અહીં કઈ રીતે એક ભાષા હોય શકે છે ? આ વાત સેન્સ નથી રાખતી.

ચિત્રાંગદા સિંહ આગળ વધુમાં જણાવે છે કે, આપણે દેશની વિવિધતાને સમજવું પડશે. આ ખૂબ જ કીમતી દેશ છે. યુનિક છે. મને જણાવો કોઈ બીજો દેશ કે જે ભારત જેવો જ હોય. કોઈ દેશ એવો છે જ નથી. ભારતમાં જ રહીને ઘણીવાર તમે અનુભવ નથી કરતા કે આ કેટલી અદભૂત જગ્યા છે, પરંતુ જ્યારે આપણે બીજા દેશમાંથી આવેલા લોકોને જોઈએ છે અને સાંભળીએ છે. જ્યારે તેઓ આપણા દેશના વખાણ કરે છે ત્યારે આપણને ખબર પડે છે કે, આપણે ક્યાં રહીએ છે. દર સો કિલોમીટરના અંતર પર આપણો દેશ બદલાતો દેખાઈ આવે છે. કલ્ચરની વિવિધતા દેખાઈ આવે છે. જે અદભુત વાત છે.

વર્કફ્રંટની વાત કરીએ તો ચિત્રાંગદા સિંહ હાલમાં જ નુપૂર અસ્થાનાની ફિલ્મ 'કટીંગ ચાય'માં દેખાઈ આવી હતી. આ ફિલ્મમાં તે અરશદ વારસીના અપોઝીટમાં હતી. આ ફિલ્મ વેબ સીરીઝ 'મોર્ડન લવ' હેઠળ હતી. ફિલ્મમાં ચિત્રાંગદા સિંહે લતિકાનો રોલ નિભાવ્યો હતો. દર્શકોની વચ્ચે આ કિરદારની ખૂબ જ સરાહના થઈ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp