Video: શોએબ ને ચિયર કરવા પહોંચેલી સના જાવેદ સામે લાગ્યા સાનિયા મિર્ઝાના નારા

PC: jagran.com

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ માલિકની નવી પત્ની સના જાવેદને સાનિયા મિર્ઝાના નામથી છેડવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સના જાવેદ એક ક્રિકેટ મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર નજરે પડી રહી છે. તેને જોઈને દર્શકોમાંથી એક વ્યક્તિ સાનિયા મિર્ઝાને લઈને નારેબાજી કરતો સંભળાઈ રહ્યો છે. સના જાવેદ સામે સાનિયા મિર્ઝાનું નામ આવતા જ તેને રોષમાં પણ જોઈ શકાય છે.

અમે આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતા નથી કેમ કે એવો જ વધુ એક વીડિયો વાયરલ છે જેમાં એ જ વ્યક્તિ સના જાવેદનું નામથી બૂમ પાડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, વાયરલ વીડિયો પાકિસ્તાન સુપર લીગ (PSL)ની એક મેચનો છે. જ્યાં સના જાવેદ પોતાના પતિ શોએબ મળીને ચિયર કરવા પહોંચી હતી. આ મેચ મુલ્તાન સુલ્તાન્સ અને કરાચી કિંગ્સ વચ્ચે રમાઈ હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

શોએબ માલિકે હાલમાં જ સાનિયા મિર્ઝાને છૂટાછેડા આપ્યા બાદ સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. શોએબ મલિકે ગયા મહિને સોશિયલ મીડિયા પર સના જાવેદ સાથે લગ્નની તસવીરોને પોતાના નવા સંબંધ અને સાનિયા મિર્ઝા સાથે સંબંધ સમાપ્ત કરવાની જાહેરાત કરી દીધી હતી. સાનિયા મિર્ઝાના છૂટાછેડાના સમાચારોની પુષ્ટિ બાદમાં તેના પરિવાર તરફથી પણ કરી દેવામાં આવી હતી.

પાકિસ્તાન માટે 287 વન-ડે અને 124 T20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકેલા શોએબ માલિક રવિવારે પાકિસ્તાન સુપર લીગની સીઝન 9ની પહેલી મેચ રમવા ઉતર્યો હતો. કરાચી કિંગ્સ માટે રમતા શોએબ મલિકે મુલ્તાન સુલ્તાન્સ વિરુદ્ધ પહેલી જ મેચમાં અડધી સદી ફટકારી દીધી. શોએબ માલિકે 35 બૉલમાં 53 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. તેણે આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા. જો કે, તેની ટીમ કરાચી કિંગ્સ આ મેચ 55 રનથી હારી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp