દલેર મહેંદીએ જણાવ્યુ કેવી રીતે પોલીસે ખોટું બોલીને તેને પેન્ટ ઉતારવા મજબૂર કર્યો

PC: oyeyeah.com

પ્રખ્યાત પંજાબી ગાયક દલેર મહેંદીનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. એક સમય એવો આવ્યો જ્યારે તેને જેલમાં જવું પડ્યું. 2003માં માનવ તસ્કરીના કેસમાં દોષિત જાહેર થયા બાદ તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. સિંગર પર ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાનો આરોપ હતો. કહેવાય છે કે દલેર આ માટે કરોડો રૂપિયા લેતો હતો. સિંગરે જેલમાં વિતાવેલા મુશ્કેલ દિવસો વિશે ખુલીને વાત કરી છે.

મીડિયા સૂત્રોને આપેલા ઈન્ટરવ્યુમાં દલેર મહેંદીને પૂછવામાં આવ્યું કે, તેણે જેલની અંદર પોતાને માનસિક રીતે સ્વસ્થ કેવી રીતે રાખ્યો? જવાબમાં, પ્રખ્યાત ગાયકે કહ્યું, જ્યારે તે જેલમાં ગયો ત્યારે જેલનો સ્ટાફ ખૂબ સારો હતો. તેઓ મને મળ્યા, દરેકના ચાહકો તો હોય જ છે. તેઓ મારા ચાહક હતા મને ગીતો સંભળાવતા હતા. તેઓ કહેતા, પાજી, જે થયું તે ભૂલી જાવ, તમે અહીં 15 દિવસથી વધુ નહીં રહે. તમને જામીન મળી જ જશે, આ બધું નાટક શું છે તે અમે જાણીએ છીએ. તેમણે મને પ્રેમથી સમજાવ્યું કે, મારે મારું માનસિક સંતુલન બરાબર જાળવવું જોઈએ. હું 1-2 કલાક માટે ખૂબ જ અસ્વસ્થ હતો.

'હું વિચારતો હતો કે, આખરે આ શું થયું. પછી મને વધુ ગુસ્સો આવ્યો જ્યારે ન્યાયાધીશે કહ્યું કે તેની ધરપકડ કરો. મને લાગ્યું કે જજ કહેશે કે કેસ બંધ છે. પરંતુ તેઓએ તો મારી ધરપકડ કરવાની વાત કરી હતી. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. પછી મેં મારો સમાન ઉતાર્યો અને મારી સાથેના છોકરાઓને આપી દીધો. મેં વિચાર્યું કે કોઈ ટેન્શન નથી, ઉપરવાળો જે કરે છે તે સારું છે. જ્યારે મેં ઘરે જેલમાં જવાની જાણ કરી, તો તેઓ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. મેં કહ્યું, હવે ફરિયાદ કરવાની જરૂર નથી, ભગવાને જે કર્યું છે તે ઠીક છે. હવે તેનો સ્વીકાર કરો.'

દલેર મહેંદીએ જણાવ્યું કે જેલ અધિકારીઓએ તેની ખૂબ કાળજી લીધી. મને આશ્વાસન આપ્યું કે જેલને પોતાના ઘર જેવું જ માનો. જો તમને કંઈપણની જરૂર હોય, તો તેમને ખચકાટ વિના જણાવો. દલેરને નવજોત સિંહ સિદ્ધુની સાથે જેલમાં રાખવામાં આવ્યા હતા. તેના કારણે દલેરને જેલમાં રહેવાનું થોડું સરળ લાગ્યું. દલેરને જામીન મળ્યા પછી સિદ્ધુ ખુશીથી રડી પડ્યો હતો.

દલેરે જણાવ્યું કે, જ્યારે તે પહેલીવાર પટિયાલાના પોલીસ સ્ટેશન ગયો તો તેને તેના શરીર પર કોઈ નિશાન બતાવવા માટે કહેવામાં આવ્યું. સિંગરે જણાવ્યું કે, તેની જાંઘ પર નિશાન છે. દલેર કહે છે, મારા વકીલે કહ્યું કોઈ વાંધો નહીં, નિશાન બતાવી દો. પછી મેં મારું પેન્ટ ઉતાર્યું અને નિશાન બતાવ્યું. તે પોલીસમેન ફોન લઈને બહાર ગયો અને કહ્યું, પાજી, મેં તેને તેનું પેન્ટ ઉતારાવી દીધું. તેમાં તે ખુશ હતો. મને આ વિશે થોડું ખરાબ લાગ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp