5 વર્ષે 'દયાબેન' પતિ-પુત્ર સાથે જાહેરમાં દેખાતા ફેન્સ ખુશ થઇ ગયા, તેમ પણ ગરબામાં

PC: timesnowhindi.com

દર્શકો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ દિશા વાકાણી ઉર્ફે દયાબેનને મિસ કરી રહ્યાં છે. જેઠાલાલ અને દયાબેનની જોડીને શોની લાઈફ લાઈન કહેવામાં આવી હતી. દયાબેને જ્યારથી શો છોડ્યો ત્યારથી દર્શકો તેમને ખૂબ જ મિસ કરે છે અને લાંબા સમયથી શોમાં પાછા ફરવાની માંગ કરી રહ્યા છે. શો છોડ્યા પછી દિશા વાકાણી લાંબા સમયથી ક્યાંય જોવા મળ્યા નથી. તેણે પોતાને જાહેર જીવનથી દૂર રાખી હતી.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી રાતોરાત સ્ટારડમ પર પહોંચેલી અભિનેત્રી દિશા વાકાણી તાજેતરમાં નવરાત્રીની ઉજવણી કરતી જોવા મળી હતી. તે લગભગ 5 વર્ષ પછી લોકોની સામે જાહેરમાં આવી હતી. આ વખતે દયાબેન બનીને ચમકનાર દિશા વાકાણીની સાથે તેના પુત્ર અને પતિ પણ હતા.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવીને ઘરે ઘરે ફેમસ થયેલી દિશા વાકાણી તાજેતરમાં એક ઈવેન્ટમાં જોવા મળી હતી. તે લગભગ 5 વર્ષ પછી જાહેર જગ્યાએ જોવા મળી હતી. આ સમયે તેનો પતિ અને પુત્ર પણ તેની સાથે હતા. દિશા વાકાણી ગુલાબી લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે નવરાત્રીના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

દિશા વાકાણીએ 16 ઓક્ટોબરે પતિ મયુર પડિયા અને પુત્ર સાથે નવરાત્રીની ઉજવણીમાં ભાગ લીધો હતો. જ્યારે દિશા વાકાણીએ ગુલાબી અને સોનેરી રંગનો લહેંગા પહેર્યો હતો, ત્યારે તેના પતિએ ગુલાબી રંગની શેરવાની પહેરી હતી, અને તેમના પુત્રને હાથમાં ઉંચકેલો હતો. લગ્ન પછી આ પહેલીવાર સત્તાવાર રીતે બન્યું જ્યારે દિશા વાકાણી તેના પતિ સાથે પાપારાઝી સામે આવી.

અહીં તમને જણાવી દઈએ કે, દિશા વાકાણી 2017થી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સાથે સાથે એક્ટિંગથી પણ દૂર છે. 2017માં, તેણે પુત્રીના જન્મ પછી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છોડી દીધો હતો. થોડા સમય પછી, એવા અહેવાલો આવ્યા હતા કે દિશા વાકાણી શોમાં પરત ફરશે, પરંતુ કેટલાક કારણોસર મામલો અધવચ્ચે જ અટકી ગયો. આ પછી મે 2022માં દિશા વાકાણીએ પુત્રને જન્મ આપ્યો. ત્યારથી દિશા વાકાણી તેના પારિવારિક જીવનમાં વ્યસ્ત છે. તે ન તો અભિનયની દુનિયામાં પછી ફરી, અને ન તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં.

જો કે આસિત મોદીએ દિશા વાકાણીને શોમાં પરત લાવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ અમુક બાબતો પર તે વાત અટકી ગઈ હતી. આમ તો, અસિત મોદીએ એક ઈન્ટરવ્યુમાં ચોક્કસપણે કહ્યું હતું કે, દયાબેન ટૂંક સમયમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પરત ફરશે. આ ઉપરાંત અસિત મોદીએ આ શોમાં દિશા વાકાણીના યોગદાનની પ્રશંસા પણ કરી હતી. પરંતુ હવે દયાબેન શોમાં પાછા ક્યારે આવશે, દિશા વાકાણી આવશે કે અન્ય કોઈ, તે અંગે હાલ કોઈ માહિતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp