દીપિકા ચિખલિયા નથી ઈચ્છતી કે કોઈ પણ નવી રામાયણ બને, કહ્યું, મને સમજાતું નથી કે..

PC: khabarchhe.com

રામાનંદ સાગરની રામાયણમાં સીતાનું પાત્ર ભજવીને દર્શકોનું દિલ જીતનાર દીપિકા ચીખલિયાને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. આજે પણ બધા તેમને સીતા માતાના નામથી જ બોલાવે છે. તે કહે છે કે, તે નથી ઈચ્છતી કે, કોઈ નવી રામાયણ બનાવે. હવે દીપિકાએ રણબીર કપૂર અભિનીત ફિલ્મ રામાયણ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. દીપિકા કહે છે કે, તેના કહેવા પ્રમાણે, રામાયણ વારંવાર ન બનાવવી જોઈએ. જાણો દીપિકાના આવું કહેવા પાછળનું કારણ શું હોય શકે છે.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા દીપિકાએ કહ્યું, 'મને સમજાતું નથી કે લોકો કેમ વારંવાર રામાયણ બનાવી રહ્યા છે. રામાયણ બનાવતી વખતે લોકો ઘણું બધું બગાડે છે. મને નથી લાગતું કે, રામાયણ વારંવાર બનાવવી જોઈએ, કારણ કે જ્યારે પણ લોકો તેને બનાવે છે, ત્યારે તેઓ કંઈક નવું, નવી વાર્તા અને નવા એંગલ અથવા દેખાવને અજમાવવા માટે બધું ખરાબ કરી દે છે.'

આદિપુરુષ વિશે દીપિકાએ કહ્યું, 'હવે આદિપુરુષમાં, તેઓએ કૃતિ સેનનને ગુલાબી રંગની સાટીન સાડી પહેરાવી દીધી. ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવી રહેલા સૈફ અલી ખાને પોતાનો લુક બદલ્યો, કારણ કે તે કંઈક અલગ કરવા માંગતો હતો. પરંતુ આ બધું કરીને તમે અસલ રામાયણની અસર ઓછી કરી રહ્યા છો.'

નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત રામાયણ વિશે દીપિકાએ કહ્યું, 'લોકોએ ધાર્મિક ગ્રંથો સાથે વધુ પડતાં ચેડાં ન કરવા જોઈએ. બસ તે કરો જ નહીં. રામાયણ સિવાય પણ ઘણી બધી વાર્તાઓ છે, જેના પર તમે વાત કરી શકો છો. સ્વતંત્રતા સેનાનીઓ પર ફિલ્મ બનાવો. માત્ર રામાયણ જ શા માટે?'

અહીં તમને જણાવી દઈએ કે, નિતેશ તિવારીની રામાયણમાં રણબીર ભગવાન રામની ભૂમિકામાં છે અને સાઈ પલ્લવી સીતા માનું પાત્ર ભજવી રહી છે. વળી ફિલ્મમાં અરુણ ગોવિલ અને લારા દત્તા પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુપરસ્ટાર યશ પણ આ ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવશે, જો કે તેના વિશે કંઈપણ પુષ્ટિ નથી. એવા પણ સમાચાર છે કે, સની દેઓલ ફિલ્મમાં હનુમાનનું પાત્ર ભજવશે અને આ અંગે પણ કોઈ પુષ્ટિ થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp