રામનવમી પર ‘મા સીતા’ બની દીપિકા, 35 વર્ષ જૂની સાડી પહેરીના ભક્તિમાં લીન થઈ

PC: enavabharat.com

ચૈત્રી નવરાત્રીના તહેવારમાં ગુરુવારે રામનવમની દિવસે દેશભરના લોકો રામની ભક્તિમાં તરબોળ થઇ રહ્યા છે ત્યારે રામયાણ સીરિયલમાં સીતા માતાની ભૂમિકા ભજવીને મશહુર થયેલી અભિનેત્રી દીપિકા ચિખલિયા ટોપીવાળા રામનવમી પર મા-સીતા બનીને ફરી એકવાર ચર્ચામાં આવી છે. દીપિકા 35 વર્ષ જુની સાડી પહેરીને ભગવાનની ભક્તિમાં લીન થતા જોવા મળી છે. સોશિયલ મીડિયા પર તેણે મુકેલી પોસ્ટને લોકો સરાહના કરી રહ્યા છે.

1987માંદુરદર્શન પર આવતી રામાનંદ સાગરની એ રામાયણ સીરિયલને આજે વર્ષો પછી પણ લોકો ભુલ્યા નથી. રામના પાત્રમાં અરૂણ ગોવિલ અને સીતા માતાના પાત્રમાં દીપિકા ચિખલિયાએ ભૂમિકા ભજવી હતી અને લોકોના દિલોમાં તેઓ વસી ગયા હતા. દીપિકા ચિખલિયાને આજે પણ લોકો માતા સીતાના અવતારમાં જોવાનું પસંદ કરે છે.

લોકો તેને રીતસર માતા સીતા જ સમજતા હતા. દીપિકાએ 35 વર્ષ જુની સાડી પહેરીને રામનવમીના દિવસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.ભગવા કલરની સાડીમાં તે રામભક્તિમાં લીન થયેલી નજરે પડે છે.

કોરાના મહામારીના સમયે જ્યારે લોકડાઉન હતું ત્યારે સરકારે ફરી એકવાર રામાયણ સિરિયલ શરૂ કરી હતી જેને લોકોએ મનભરીને માણી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Dipika (@dipikachikhliatopiwala)

દીપિકા ચિખલિયા ટોપીવાળાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ભગવા રંગની સાડી પહેરીને ભગવાન રામની પૂજા કરતી જોઈ શકાય છે.વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે,આ એ જ સાડી છે જે મેં લવ કુશની કાંડ વખતે પહેરી હતી. ભગવા સાડી, લાલ બિંદી અને માથામા સિંદુર તેના સીતા લુકને યોગ્ય ઠેરવે છે.

દીપિકાની પોસ્ટને સોશિયલ મીડિયા પર તેના ચાહકો સરાહના કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ કે,તમને જોઇને એ જુના દિવસો ફરી યાદ આવી ગયા. એક યૂઝરે લખ્યું કે, ભગવાને તમને બધાને કળયુગના રામ અને સીતા બનાવી દીધા છે. એક યૂઝરે લખ્યુ કે ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરવા બદલ આભાર, તો એક યૂઝરે લખ્યુ કે તમને ફરી એકવાર માતા સીતાના રૂપમાં જોવા માંગીએ છીએ.

 આ પહેલા પણ દીપિકાએ 2 વીડિયો શેર કરી કર્યા હતા અને પોતાની સફરને યાદ કરી હતી. થોડા સમય પહેલા અરૂણ ગોવિલ અને દીપિકાએ જાહેરાત કરી હતી કે તેઓ ફરી એકવાર પર સ્ક્રીન પર સાથે જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp