પંચાયતમાં ઉત્તમ કામ છતા સારી ફિલ્મો મળી રહી નથી, 'બનરાકસ'નું દર્દ છલકાયું

PC: patrika.com

વેબ સિરીઝ 'પંચાયત'માં ભૂષણ શર્મા ઉર્ફે 'બનરાકસ'નું પાત્ર ભજવનાર દુર્ગેશ કુમાર આજે દરેક ઘરમાં ફેમસ છે. પરંતુ આ પ્રસિદ્ધિ મેળવવામાં તેમને 12 વર્ષનો લાંબો સમય લાગ્યો હતો. આ દરમિયાન, અભિનેતાએ બે વખત ડિપ્રેશનની પીડા સહન કરી અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તેની નોકરી પણ ગુમાવી દીધી. દુર્ગેશે 'પંચાયત'ની ત્રણ સિઝનમાં પોતાના કામ દ્વારા સાબિત કરી દીધું છે કે, તે એક મહાન કલાકાર છે. પરંતુ હજુ પણ તેની પાસે કોઈ સારા પ્રોજેક્ટ નથી આવી રહ્યા. અભિનેતાએ તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા દુર્ગેશ કુમારે કહ્યું, 'હું કહીશ કે મને હજુ પણ સારા પ્રોજેક્ટ નથી મળી રહ્યા. હું એમ નહીં કહું કે મને કોઈ પ્રોજેક્ટ ઓફર કરવામાં આવી રહ્યા નથી, પરંતુ તે મોટાભાગે સ્વતંત્ર ફિલ્મો છે. મને કોઈ મોટી કોમર્શિયલ ફિલ્મની ઓફર મળી રહી નથી. પરંતુ મને જે પણ ભૂમિકાઓ મળી રહી છે તેને લઈને હું આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છું.'

અભિનેતાએ એ પણ કહ્યું કે, તેની પાસે એટલા બધા પ્રોજેક્ટ છે કે, તે આગામી બે વર્ષ માટે બુક છે. તેણે આગળ કહ્યું, 'મારી તારીખો આગામી બે વર્ષ માટે બુક થઈ ગઈ છે.'

દુર્ગેશ કુમાર ટૂંક સમયમાં આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ 'મહારાજ'માં જોવા મળશે. આ સિવાય તેણે ઈન્ટરવ્યુમાં પોતાના અન્ય નવા પ્રોજેક્ટ વિશે જણાવ્યું. અભિનેતાએ કહ્યું, 'મહારાજ'માં  હું કોમિક રોલમાં જોવા મળીશ. આખી ફિલ્મમાં મારી પાસે માત્ર બે જ સીન છે. સૈફ અલી ખાન સાથે મારી એક ફિલ્મ આવી રહી છે -'કર્તવ્ય', આ સિવાય મારી પાસે રતનપુર નામની બીજી સ્વતંત્ર ફિલ્મ છે. હું શત્રુઘ્ન સિંહા, આશુતોષ રાણા અને મુકેશ તિવારી સ્ટારર ફિલ્મ ગેંગ્સ ઓફ ગાઝિયાબાદમાં પણ જોવા મળીશ. જેને પ્રદીપ નાગર અને જતીન શર્મા દ્વારા બનાવવામાં આવી રહી છે.'

સીરિઝ 'પંચાયત'ની સીઝન 3માં દુર્ગેશ કુમારના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. શોની નવી સીઝનમાં, દુર્ગેશનું પાત્ર 'બનરાકસ' ધારાસભ્યજી (પ્રકાશજી) સાથે પ્રધાનજી (મંજુ દેવી) અને પ્રધાનપતિ (રઘુબીર યાદવ) વિરુદ્ધ ષડયંત્ર રચતો જોવા મળ્યો હતો. આ પહેલા અભિનેતા કિરણ રાવની હિટ ફિલ્મ 'લાપતા લેડીઝ'માં જોવા મળ્યો હતો. આ સિવાય દુર્ગેશ કુમાર, ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ 'ભક્ષક' અને આલિયા ભટ્ટ સ્ટારર 'હાઈવે'માં કામ કરી ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp