Exit Poll ફ્રોડની તપાસ થવી જોઈએ, ચૂંટણી પરિણામો વચ્ચે યુટ્યુબરની ટ્વીટ વાયરલ

PC: facebook.com/DhruvRatheePage

2024ની લોકસભાની ચૂંટણીના મતદાન બાદ એક્ઝિટ પોલના રૂઝાન 1 જૂનથી આવવાના શરૂ થયા હતા. આજે (4 જૂને) દેશમાં મતગણતરી થઈ. શરૂઆતી રુઝાનોમાં ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ને બહુમત મળતું દેખાઈ રહ્યું છે. કોંગ્રસના નેતૃત્વવાળું વિપક્ષી ગઠબંધન INDIA બ્લોક ઉલટફેર કરવાની આશા રાખી રહ્યું છે. 7:30 વાગ્યા સુધીમાં ઈન્ડિયા બ્લોક 234 સીટ પર આગળ છે અને NDA 291 સીટ પર આગળ છે.

ચૂંટણી પરિણામો વચ્ચે યુટ્યુબર ધ્રુવ રાઠીની એક ટ્વીટ વાયરલ થઈ રહી છે. પોતાની ટ્વીટમાં ધ્રુવ રાઠીએ કહ્યું કે, એક્ઝિટ પોલ ફ્રોડની તપાસ થવી જોઈએ, શું શેર બજારમાં હેરાફેરી કરવા માટે એમ કરવામાં આવ્યું? કે એમ કરવા માટે કોઈએ ધમકાવ્યા હતા. ધ્રુવ રાઠીની આ ટ્વીટ ચર્ચામાં છે. ધ્રુવ રાઠી લોકસભાની ચૂંટણી દરમિયાન સતત ભારતીય જનતા પાર્ટી (BJP)ની નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યો હતો. તેણે ઘણા સવાલ ઉઠાવ્યા હતા.

જો કે, ધ્રુવ રાઠીની આ ટ્વીટ પર ઘણા ઈન્ટરનેટ યુઝર્સ પરસ્પર બાખડી પડ્યા. ઘણા લોકોએ ધ્રુવની આ ટ્વીટ પર કટાક્ષ કર્યો, તો ઘણા યુઝર્સ ધ્રુવ રાઠીના સમર્થનમાં નજરે પડ્યા. ઉલ્લેખનીય છે કે ધ્રુવ રાઠીની આ ટ્વીટ શેર બજારમાં આવેલા ઘટાડાના સંદર્ભમાં હતી કેમ કે એક્ઝિટ પોલ બાદ શેર માર્કેટમાં વધારો જોવા મળ્યો હતો. તો જેવા આજે (4 જૂને) શેર માર્કેટ ખૂલ્યું, તેમાં ભારે કડાકો જોવા મળ્યો. સમાચાર લખવા સુધી BSE સેન્સેક્સ 5000 અંકથી વધુ તૂટીને કારીબાર કરી રહ્યા હતા, તો NSE નિફ્ટી 1600 અંકથી વધુ પડી ગયા.

કોણ છે ધ્રુવ રાઠી?

ધ્રુવ રાઠી એક ફેમસ યુટ્યુબર, બ્લોગર અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ છે. તે સમાજિક, રાજનીતિક અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર પોતાના યુટ્યુબ વીડિયો બનાવવા માટે જાણીતો છે. માર્ચ 2024 સુધી તેની બધી ચેનલો પર લગભગ 25.05 મિલિયન સબ્સ્ક્રાઇબર હતા, તો કુલ મળીને 4.1 બિલિયન વીડિયો વ્યૂઝ છે. ધ્રુવ રાઠીનો જન્મ હરિયાણામાં એક હિન્દુ જાટ પરિવારમાં થયો હતો. જર્મનીમાં હાયર એજ્યુકેશન પ્રાપ્ત કરવા અગાઉ તેણે પોતાનું પ્રાથમિક શિક્ષણ હાંસલ કર્યું. ધ્રુવ રાઠીએ કાર્લ્સ રૂહે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હાંસલ કરી, ત્યારબાદ એ જ સંસ્થાથી રિન્યૂઅલ એનર્જીમાં માસ્ટર ડિગ્રી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp