'વિચાર્યું ન હતું કે તેઓ આ રીતે ટોર્ચર કરશે', પલક છોડવા માગે છે તારક મહેતા પણ...
નાના પડદાનો પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એકવાર ચર્ચામાં છે. આ શો ક્યારેક તેની વાર્તા અને ક્યારેક તેના પાત્રોને કારણે ચર્ચામાં રહે છે. આ પહેલા જેનિફર મિસ્ત્રીએ શોના મેકર્સ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારપછી મોનિકા સહિત ઘણા લોકોએ શો અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે જ ઘણા સેલેબ્સ આ શોને અલવિદા કહી ચૂક્યા છે, અને હવે તેની સોનુ ભીડે એટલે કે પલક સિધવાની પણ લાઇમલાઇટમાં આવી ગઈ છે.
થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે, પલક સિધવાનીએ 'તારક મહેતા'ના કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું છે અને મેકર્સ તેને નોટિસ મોકલવાનું વિચારી રહ્યા છે. આવી સ્થિતિમાં પલકે પોતે આ વિશે વાત કરી છે અને જણાવ્યું છે કે, કેવી રીતે શોના મેકર્સ તેના માટે શોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બનાવી રહ્યા છે.
હકીકતમાં, નીલા ફિલ્મ પ્રોડક્શન્સે એક નિવેદન બહાર પાડીને જાહેર કર્યું છે કે અભિનેત્રીને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. તેણે કરારનું ઉલ્લંઘન કર્યું છે અને શો, પાત્ર અને પ્રોડક્શન કંપનીને નુકસાન પહોંચાડ્યું. ઉપરાંત, તેણે કોઈપણ માહિતી આપ્યા વિના થર્ડ પાર્ટી એન્ડોર્સમેન્ટ્સ કર્યા અને પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. આવું કરતા પહેલા તેણે પ્રોડક્શન હાઉસની મંજૂરી લીધી ન હતી. વધુમાં, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઘણી ચેતવણીઓ આપવા છતાં, અભિનેત્રીએ કરાર તોડ્યો હતો. અંતે પ્રોડક્શને કાયદેસરની કાર્યવાહી કરવી પડી.
હવે મીડિયા સૂત્ર સાથે વાત કરતા પલક સિધવાનીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેણે કહ્યું હતું કે, મેં 8 ઓગસ્ટે પ્રોડક્શન હાઉસને શો છોડવાના મારા નિર્ણય વિશે જાણ કરી હતી. થોડા સમય પછી તેઓએ મને કહ્યું કે મને એક સત્તાવાર E-mail આપવામાં આવશે, જેના પર હું મારું રાજીનામું મોકલી શકું, પરંતુ આવું ક્યારેય બન્યું નહીં.
તેણે વધુમાં કહ્યું કે, મારું રાજીનામું મંજૂર કરવામાં વિલંબ કરવામાં આવ્યો હતો અને થોડા અઠવાડિયા પછી, જ્યારે મેં મીડિયામાં છપાયેલું જોયું કે, મેં કરારનું ઉલ્લંઘન કર્યું છે, ત્યારે મને આઘાત લાગ્યો હતો. મેં 5 વર્ષ પહેલા તેનો કરાર કર્યો હતો. અગાઉ તેમને મારા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરવામાં કોઈ સમસ્યા ન હતી, પરંતુ જ્યારે મેં તેમને શો છોડવા વિશે કહ્યું ત્યારથી તેમને સમસ્યા થવા લાગી.
હું સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વ્યક્તિગત રીતે આગળ વધવાને કારણે આ શો છોડવા માંગતી હતી. આ તો એક પ્રકાનો ત્રાસ છે, 5 વર્ષ સુધી સાથે કામ કર્યા પછી મેં આની અપેક્ષા નહોતી કરી. હું 'તારક મહેતા' શોને આ કારણે છોડવા માંગુ છું, તેઓ મારા માટે આ શો છોડવાનું મુશ્કેલ બનાવી રહ્યા છે. તેમણે મને ધમકીઓ પણ આપવાનું શરૂ કરી દીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp