અભિષેકના છૂટાછેડાની ખબર વચ્ચે નિમરત ફસાઈ, શું છે હકીકત
બોલિવૂડમાં બચ્ચન પરિવારનું અલગ જ મહત્વ છે. છેલ્લા કેટલાક સમયથી આ પરિવારના બે સભ્યો એટલે કે પુત્ર અભિષેક અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય સમાચારોમાં છવાયેલા રહે છે. એવા અહેવાલો છે કે, તેમના લગ્નજીવનમાં ખટાશ આવી ગઈ છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે, બંને અલગ થવા જઈ રહ્યા છે.
જ્યારે કેટલાક અહેવાલોમાં છૂટાછેડાની વાત પણ થઈ રહી હતી. આ સમાચારોએ વેગ ત્યારે પકડ્યો જ્યારે અભિષેક અને ઐશ્વર્યા ઘણા પ્રસંગોએ એક સાથે આવ્યા ન હતા. જેમાં પુત્રી આરાધ્યાના વાર્ષિક ફંક્શનથી લઈને અનંત અંબાણીના રિસેપ્શનનો પણ સમાવેશ થાય છે. આ બંને પ્રસંગોએ કપલ એકસાથે જોવા મળ્યું ન હતું, પરંતુ અલગ-અલગ જોવા મળ્યું હતું. આ પછી છૂટાછેડાની ચિનગારી આગ બની ગઈ.
આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાક અલગ-અલગ સમાચાર જોવા મળી રહ્યા છે. કેટલીક પોસ્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિષેક બચ્ચન અને નિમરત કૌર એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેમના સંબંધોના અહેવાલો પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંનેને ઘણી વખત અલગ-અલગ જગ્યાએ સ્પોટ કરવામાં આવ્યા છે અને સાથે હેંગઆઉટ પણ કરી રહ્યા છે. જોકે, આ સમાચારો વચ્ચે અભિષેક બચ્ચન અને નિમરત કૌર બંનેને આ બાબતને લઈને ઘણા ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તાજેતરમાં, પાપારાઝી વિરલ ભાયાનીના પેજ પરથી નિમરતનો એક સ્પોટિંગ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આમાં યુઝર્સે તેને ટ્રોલ કરવામાં કોઈ કસર છોડી નથી. એક યુઝરે લખ્યું, તમે ખરેખર અભિષેકને ડેટ કરી રહ્યા છો, જો આ સાચું છે તો તે ખૂબ જ નિરાશાજનક વાત છે. બીજાએ પ્રશ્નાર્થ સ્વરમાં લખ્યું, શું તમે બચ્ચન પરિવારની વહુ બનવાનું સપનું જોઈ રહ્યા છો? અન્ય એક યુઝરે લખ્યું કે, મોટા સપના જોવું બહુ સારું છે પરંતુ કોઈનું ઘર તોડવું કોઈ પણ રીતે યોગ્ય નથી. અભિષેક અને ઐશ્વર્યાના સમાચાર પર KHABARCHHE.COM પુષ્ટિ કરતું નથી. અને તે સાથે જ KHABARCHHE.COM નિમરત કૌર અને અભિષેક બચ્ચનના સમાચારની પુષ્ટિ પણ કરતું નથી. આ સમાચાર પણ માત્ર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ પર આધારિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp