અભિષેક બચ્ચને આ કારણે અનેક ફિલ્મો ગુમાવી, એક્ટરે કર્યો ખુલાસો

PC: dnaindia.com

અભિષેક બચ્ચન પોતાની આવનારી વેબ સીરિઝ Breathe into the shadowsને લઈને ચર્ચામાં છે. અભિષેકે તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. અભિષેકે પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, નો ઈન્ટિમેટ સીન પોલીસીને કારણે તેણે અનેક ફિલ્મો ગુમાવી છે. આ પોલીસી અંગે આગળ વાત કરતા તેમણે કેટલાક કારણો પણ સ્પષ્ટ કર્યા છે. અભિષેકે જણાવ્યું હતું કે, આરાધ્યાના જન્મ બાદ ઘણું બધું જીવનમાં બદલી ચૂક્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, 'હું જાણું છું કે, તેણે એક વસ્તુ તો બદલી નાંખી છે. હવે હું કેટલીક ફિલ્મો અને કેટલાક સીન કરવામાં બિલકુલ સહજ થતો નથી. હું એવું કંઈ નહીં કરવા માગતો જેનાથી મારી દીકરીને કંઈ અસહજ મહેસુસ થાય અથવા એ મને પ્રશ્નો કરી શકે કે, અહીં શું થઈ રહ્યું છે.' 'હું આટલામાં ખુશ છું, હું રોમેન્ટિક સીન કરવા માટે કમ્ફોર્ટેબલ છું. પણ કોઈ ઈન્ટીમેટ સીન કરવામાં સહજતા મહેસુસ નથી કરતો. તેથી હું કોઈ ઈન્ટીમેટ સીન કરતો નથી. હું ફિલ્મ સાઈન કરતા પહેલા ડાયરેક્ટર્સ સાથે એ વાત કરી લઉં છું કે, જો ફિલ્મમાં એવા કોઈ સીન છે. જેમાં વધારે પડતી ફીઝિકલ ઈન્ટીમસી છે. જેને હું કરવા માગતો નથી. તો તમારી પાસે બીજા એક્ટરની પણ ચોઈસ છે જ. '

'ઘણી વખત તો ડાયરેક્ટર્સ એ પ્રકારના સીનને પૂરી રીતે ફિલ્મમાંથી હટાવી દે છે. જો તેઓ કહે છે કે, આ એમની સ્ટોરીને રજૂ કરવા માટેનો એક અભિન્ન ભાગ છે અને તેઓ આવા સીન હટાવી શકે એમ નથી તો હું એને કહી દઉં છું કે, તમારી પાસે ચોઈસ છે. હું ફિલ્મમાંથી નીકળી જવા માટે પણ તૈયાર છું.' પોતાની આ નો ઈન્ટીમસી પોલીસીને કારણે અભિષેકે ઘણી ફિલ્મો ગુમાવી છે. અભિષેકે ઉમેર્યું હતું કે, 'હા, આ વાત સાચી છે. પણ મને એનાથી કોઈ વાંધો નથી. મને કોઈ પ્રકારનો અફસોસ પણ નથી. કારણ કે મારૂ પોતાનું એક વિઝન છે. જ્યારે ડાયરેક્ટર પાસે, પ્રોડ્યુસર પાસે પોતાનું વિઝન હોય છે. તેઓ આવા સીન સાથે કોઈ પરિવર્તન કરી શકે એમ ન હતા. હું એમનો આદર કરૂ છું. તેથી આ યોગ્ય છે.' હાલમાં અભિષેક પોતાની આવનારી વેબ સીરિઝ Breathe into the shadowsના ડબિંગમાં વ્યસ્ત છે. આ સીરિઝથી તે ડિજિટલ વીડિયોની દુનિયામાં ડેબ્યુ કરી રહ્યો છે. આ પછી તે લુડો અને ધ બિગ બુલના પ્રોજેક્ટમાં જોડાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp