શાહરુખ ખાન-રાજકુમાર હીરાનીની ફિલ્મ ‘ડંકી’ જોતા પહેલા વાંચી લો રિવ્યૂ

PC: ticketsearch.in

પિક્ચર અભિ બાકી હૈ મેરે દોસ્ત.. ‘ડંકી’નું ટ્રેલર જોયું હતું તો વિચાર્યું નહોતું કે ફિલ્મ એટલી શાનદાર હશે, પરંતુ શાહરુખ ખાને પોતાનો જ ડાયલોગ સાચો સાબિત કરી દીધો છે. રાજકુમાર હીરાની કેમ રાજકુમાર હીરાની છે એ વાત ફરી એક વખત સાબિત થઈ ગઈ છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ ‘ડંકી’ ફિલ્મ કેવી છે.

શું છે ફિલ્મની કહાની?

પંજાબના એક ગામમાં રહેનારા કેટલાક લોકો લંડન જવા માગે છે. તેમને લાગે છે કે ત્યાં જઈને તેમની ગરીબી સમાપ્ત થઈ જશે. એકે તો પોતાની ગર્લફ્રેન્ડને લેવા જવું છે, જેનો પતિ તેને મારે છે. તેઓ IELTSના પેપરની તૈયારી કરે છે, પરંતુ અંગ્રેજી શીખી શકતા નથી. પછી તેઓ ‘ડંકી’ ફ્લાઇટ એટલે કે ગેરકાયદેસર રીતે જાય છે અને પછી શું થાય છે એ જોવા તમારે થિયેટર જવું પડશે.

કેવી છે ફિલ્મ?

શરૂઆતથી લઈને અંક સુધી ફિલ્મ શાનદાર છે. એક સીન એવું નથી જે તમે મિસ કરી શકો. ક્યાંય પણ ફિલ્મ બોર કરતી નથી. એક સારા ફ્લોથી ચાલે છે અને તમને હસાવે છે, રડાવે છે. શાહરુખ ખાન ફિલ્માં છવાયેલો રહેતો નથી. જી હા તમે બરાબર વાંચ્યુ કેમ કે બાકી પાત્રોને બરાબર અવસર મળ્યો છે અને આ કારણે ફિલ્મ વધુ શાનદાર થઈ જાય છે. એક એક પાત્ર સાથે તમે જોડાઈ જાવ છો. આ પૂરી રીતે ચોખ્ખી ફિલ્મ છે. આખા પરિવાર સાથે આરામથી જોઈ શકો છો.

શાહરુખે શાનદાર કામ કર્યું છે. બાકી પાત્રોને પણ ઉભરવાનો પૂરો અવસર આપવામાં આવ્યો છે. અહી એક યંગ શાહરુખ દેખાય છે અને એક વૃદ્ધ. મેકઅપ થોડું સારું થઈ શકતું હતું, પરંતુ ફિલ્મના ફ્લો સાથે એ મહત્ત્વ ધરાવતું નથી. તાપસી પન્નૂએ શાનદાર કામ કર્યું છે. શાહરુખ સાથે તે ખૂબ સારી લાગી. વૃદ્ધાવસ્થાના પાત્રમાં પણ તે સારી નજરે પડી. વિક્કી કૌશલે દેખાડી દીધું કે તે નાના પાત્રથી પણ મોટી અસર છોડી જાય છે. તે તમને હસાવી પણ જાય છે અને રડાવે પણ છે. વિક્રમ કોચર શાનદાર છે. તે ફિલ્મમાં અલગથી નીકળીને સામે આવે છે અને દિલ જીતી લે છે. અનિલ ગ્રોવરે પણ શાનદાર એક્ટિંગ કરી છે. બોમન ઈરાની અને હીરાનીની જોડી તો વર્ષોથી બનેલી છે અને અહી બોમન કમાલનું કામ કરી ગયો.

આ રાજકુમાર હીરાનીની ફિલ્મ છે. શાહરુખ હીરાની પર હાવી ન થઈ શક્યો અને આ જ કારણ છે કે આ ફિલ્મ શાનદાર બની છે. તેના કહેવાની રીત ખૂબ ઈમોશનલ છે અને તમે તેમની સાથે જોડાઈ જાવ છો. આ તેમની બેસ્ટ ફિલ્મોમાં ગણાશે. પ્રીતમનું મ્યુઝિક હૃદયસ્પર્શી લે છે. ‘નીકલે થે કભી હમ ઘર સે’ ગીત જ્યારે જ્યારે આવે છે. આંખો ભીની થઈ જાય છે. અમન પંતનો બેકગ્રાઉન્ડ સ્કોર ખૂબ સારો છે. મુકેશ છાબડાની કાસ્ટિંગ કમાલ છે અને એ ખૂબ મોટું કારણ છે કે આ ફિલ્મ એટલી કમાલની બની છે. એવા એક્ટર જે શાહરુખ આગળ ન માત્ર ટક્યા, પરંતુ કમાલ કરી ગયા. એવા એક્ટર શોધવા પોતાની જાતમાં કમાલ છે. કુલ મળીને એ વર્ષની સૌથી શનદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp