શાહરૂખની ફિલ્મ ‘ડંકી’ કયા વિષય પર બની છે?

PC: twitter.com

શાહરૂખ ખાન અભીનિત ફિલ્મ ‘Dunki’ 22 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં રીલિઝ થઈ છે. પરંતુ ચાહકોને સવાલ છે કે આ ટાઇટલનો મતલબ શું થાય છે? ફિલ્મની સ્ટોરીને ટાઇટલ સાથે શું સંબંધ છે?

આ ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાણીએ બનાવી છે. ડંકી એક કોડવર્ડ છે. આ કોડવર્ડ આવ્યો છે ડોન્કી ફ્લાઇટ્સ શબ્દથી. જેને ઇલીગલ ઇમિગ્રેશન એટલે કે અપ્રવાસીઓની ગેરકાયદેસર કોઇ દેશમાં પ્રવેશવાની પ્રવૃતિ. ભારતીય બોલીમાં ડોન્કીને ડંકી તરીકે ઉચ્ચારણ કરવામાં આવે છે એટલે ફિલ્મનું નામ ડંકી રાખવામાં આવ્યું છે. ઘણા એવા લોકો હોય છે જેમને વિદેશમાં જવાના અભરખા હોય છે, પરંતુ તેમને કાયદેસર પ્રવેશ મેળવી શકતા નથી. આવા લોકો મુશ્કેલ રસ્તો અપવાનીને બીજા દેશમાં પ્રવેશ કરે છે તેને ડોન્કી ફ્લાઇટ્સ એવું કહેવામાં આવે છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલના સૌથી વધારે લોકો આ રીતે ગેરકાયદેસર રીતે વિદેશમાં જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp