આજે પણ અમેરિકન ડ્રીમ માટે ડંકી રુટ પર જાય છે ભારતીયો, કેટલું ખતરનાક, જાણી લો

PC: indianexpress.com

આ વર્ષે શાહરુખ ખાનની ત્રીજી ફિલ્મે સિનેમાઘરોમાં દસ્તક દઇ દીધી છે. રાજકુમાર હીરાની દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ ડંકી (Dunki)ની ખૂબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મ ડંકી 21 ડિસેમ્બર એટલે કે આજે સ્ક્રીન પર રીલિઝ થઈ ગઈ છે. ડંકીમાં શાહરુખ ખાન સિવાય તાપસી પન્નૂ, વિક્કી કૌશલ, બોમન ઈરાની, સુનિલ ગ્રોવર, વિક્રમ કોચર અને દીયા મિર્ઝા મુખ્ય ભૂમિકામાં છે. શાહરુખ ખાન અભિનીત આ ફિલ્મ ‘ડંકી રુટ’ (ગધેડાનો રસ્તો) પર આધારિત છે જે અમેરિકા, બ્રિટન અને કેનેડા જેવા દેશોમાં એન્ટ્રી કરવા માટે ઉપયોગ કરાતો લોકપ્રિય, પરંતુ ગેરકાયદેસર રીત છે.

રાજકુમાર હીરાનીની ફિલ્મ સારી જિંદગી અને અવસરોની શોધમાં ‘ફર્સ્ટ વર્લ્ડ’ દેશોમાં વસવા માટે મુશ્કેલ રસ્તો અપનાવતા નજરે પડે છે. એવામાં એ જાણવું જરૂરી થઈ જાય છે કે આખરે આ રસ્તો કયો છે અને કેમ તેને ‘ડંકી રુટ’ કહેવામાં આવે છે. આજે પણ ઘણા ભારતીય આ ડંકી રુટ અપનાવે છે. પંજાબ, હરિયાણા અને ગુજરાતના યુવાઓ દ્વારા અપનાવાતા ડંકી રૂટમાં ઘણા બધા જોખમ સામેલ હોય છે. તેમણે ઘણા દિવસ ભોજન વિના, જંગલો, નદીઓ અને સમુદ્રના માર્ગે અધિકારીઓથી બચતા પસાર થવું પડે છે.

જોખમો અને મોટા ભાગે ખરાબ હોવા છતા આ ગેરકાયદેસર માર્ગ એ યુવાઓ વચ્ચે લોકપ્રિય છે, જે સારી જિંદગી અને અમેરિકન ડ્રીમનો પીછો કરવા માગે છે. હાલમાં જ દુબઈમાં એક કાર્યક્રમમાં શાહરુખ ખાને પોતાની ફિલ્મના ટાઈટલનો અર્થ સમજાવતા કહ્યું કે, ‘ડંકી એક ગેરકાયદેસર યાત્રા છે, જે ઘણા લોકો પોતાના દેશમાં બહાર દુનિયાભરની સીમાઓ પાર જવા માટે કરે છે. તેને ડંકી રુટ કહેવામાં આવે છે.’

શું છે ડંકીનો અર્થ?

ડંકી શબ્દ Donkey (ગધેડા)નું એક ક્ષેત્રીય ઉચ્ચારણ છે. ડંકી એક પંજાબી મહાવરાથી બન્યો છે. જેનો અર્થ છે ‘એક સ્થળથી બીજા સ્થળ પર જવાનું.’ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે લોકોને અલગ-અલગ દેશોમાં રોકાતા રોકાતા ગેરકાયદેસર રૂટે બહારના દેશોમાં મોકલવામાં આવે છે તો તેને ડંકી રુટ કહેવામાં આવે છે. આ એક પંજાબી ટર્મ છે, જેનો અર્થ એ છે કે કૂદીને, ફાંદ કરીને, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું. એ અમેરિકા, બ્રિટન કે યુરોપ જેવા દેશો સુધી પહોંચવા માટે ઘણા લાખ ભારતીયો દ્વારા અપનાવાતો એક ખતરનાક અવર-જવર (ઈમિગ્રેશન રુટ) છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp