શું શાહરૂખની પત્ની ગૌરી ખાનને EDએ નોટિસ મોકલી છે? શું છે હકીકત

PC: twitter.com

બે દિવસથી રિપોર્ટ્સ આવી રહ્યા છે કે, EDએ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનને નોટિસ મોકલી છે. આ રિપોર્ટ બાદ બોલિવુડમાં હોબાળો મચી ગયો હતો. રિપોર્ટ્સમાં આવ્યું હતું કે, ગૌરી પર એક રિયલ એસ્ટેટ કંપનીને એન્ડોર્સ કરવાનો આરોપ છે, જે 30 કરોડ રૂપિયા હડપી લેવાના કેસમાં શામેલ છે, પરંતુ આ રિપોર્ટ ફેક છે એવું સામે આવ્યું છે. EDએ આ ન્યૂઝને કન્ફર્મ કરી છે કે આ બધા રિપોર્ટ ખોટા છે.

EDએ આ રિપોર્ટને ખોટા કહેતા કહ્યું હતું કે, ગૌરી ખાનને કોઈ નોટિસ નથી મોકલવામાં આવી. પરમિશન લેવા જેવી પણ કોઈ તૈયારી નથી થઈ રહી. આ ન્યૂઝ સંપૂર્ણ રીતે ખોટી છે. ગૌરી સામે કાર્યવાહી કરવાની કોઈ તૈયારી થઈ રહી નથી, એવું પણ EDએ જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની વાઇફ હોવાની સાથે ગૌરી ખાન એક જાણિતી સેલિબ્રિટી ઈન્ટિરિયર ડિઝાઇનર છે. આ સિવાય તે રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શન હાઉસ સાથે પણ જોડાયેલી છે. મીડિયામાં ફરી રહેલા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, ગૌરીને ED તરફથી નોટિસ દેવાની મંજૂરી લેવાની તૈયારી થઈ રહી છે.  પરમિશન મળ્યા બાદ ED ગૌરી સાથે પૂછપરછ કરશે. ગૌરી સાથે પૂછપરછમાં EDને એ વાતની ખબર મેળવશે કે તુલસિયાની ગ્રુપે ગૌરીને બ્રાન્ડ એમ્બેસડર બનાવવા માટે કેટલી ચૂકવણી કરી છે. આ પૈસા કેવી રીતે આપવામાં આવ્યા. સાથે જ આના માટે શું-શું કરાર કરવામાં આવ્યા છે.

શું હતો કેસ...

ઉત્તર પ્રદેશના લખનૌમાં તુલસિયાની ગ્રુપના પ્રોજેક્ટ સુશાંત ગોલ્ફ સિટીમાં મુંબઈમાં રહેનારા કિરીટ જસવંત શાહનો પણ એક ફ્લેટ છે. તેમણે 2015મા આ બિલ્ડિંગમાં એક ફ્લેટ ખરીદ્યો હતો, પરંતુ બિલ્ડરે ના તો તેનું પઝેશન આપ્યું, ન હજુ સુધી તેણે આપેલી 85 લાખની રકમ પાછી આપી છે. આને કારણે જસવંત શાહે તુલસિયાની ગ્રુપના ડિરેક્ટર અનિલ કુમાર તુલસિયાની, મહેશ તુલસિયાની અને ગૌરી ખાન વિરુદ્ધ થોડા દિવસ પહેલા કેસ દાખલ કરાવ્યો છે. આ પ્રોજેક્ટની જાહેરાત ગૌરી ખાને કરી હતી. કેસ દાખલ કરાવનારા વ્યક્તિનું કહેવું છે કે,  તેણે ગૌરી ખાનના નામ પર વિશ્વાસ કરીને આ પ્રોજેક્ટમાં પૈસા લગાવ્યા હતા અને તેની સાથે દગો થયો છે.  આ જ કારણે ગૌરીનું નામ આ કેસમાં સામેલ થયું હોવાનું કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp