EDએ એક્ટર પ્રકાશ રાજને મોકલ્યું સમન્સ, 100 કરોડ...

PC: livemint.com

એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ત્રિચી સ્થિતિ આભૂષણ ગ્રુપ વિરુદ્ધ પોંજી કૌભાંડ સાથે જોડાયેલા ધનશોધન કેસમાં પૂછપરછ માટે એક્ટર પ્રકાશ રાજને સમન્સ પાઠવવામાં આવ્યા છે. અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, એક્ટર પ્રકાશ રાજને EDએ 100 કરોડ રૂપિયાના કથિત કૌભાંડ પોંજી સ્કીમ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. હાલમાં જ EDએ ધનશોધન નિવારણ અધિનિયમ (PMLA)ના પ્રાવધાનો હેઠળ 20 નવેમ્બરના રોજ ત્રિચી સ્થિત એક પાર્ટનરશિપ ફર્મ પ્રણવ જ્વેલર્સ સાથે જોડાયેલી સંપત્તિઓની તપાસ કરી હતી. આ જ તપાસ બાદ પ્રકાશ રાજને ED દ્વારા સમન્સ આપવામાં આવ્યું છે.

છાપેમારી બાદ પ્રકાશ રાજને EDનું સમન્સ આવ્યું છે. છાપેમારીમાં વિભિન્ન આપત્તિજનક દસ્તાવેજ, 23.70 લાખ રૂપિયાની બેહિસાબ રોકડ અને 11.60 કિલોગ્રામ વજનના સોનાના આભૂષણ મળી આવ્યા છે. EDના અધિકારીઓ પાસેથી સંકેત મળે છે કે પ્રકાશ રાજને બોલાવવા પ્રણવ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી કથિત નકલી સોનાના રોકાણ યોજનાની વ્યાપક તપાસનો હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે 58 વર્ષીય એક્ટર આ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમને આગામી અઠવાડિયે ચેન્નાઈમાં કેન્દ્રીય એજન્સી સામે રજૂ થવા કહેવામાં આવ્યું છે.

પોંજી સ્કીમ કથિત રીતે પ્રણવ જ્વેલર્સ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. આ સ્કીમ કથિત નાણાકીય ગરબડીમાં સામેલ અન્ય લોકો વિરુદ્ધ ત્રિચીમાં ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચ (EOW) દ્વારા નોંધવામાં આવેલી FIRના આધાર પર EDની તપાસના દાયરામાં આવી ગઈ છે. EOW મુજબ, પ્રણવ જ્વેલર્સે આકર્ષક રિટર્નનો વાયદો કરતાં સોનાના રોકાણની યોજનાના બહાને જનતા પાસે 100 કરોડ રૂપિયા જમા કર્યા. જો કે, કંપની પોતાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી, જેથી રોકાણકાર અધ્ધર લટકી ગયા.

પ્રણવ જ્વેલર્સ એવા રોકાણકારોને રકમ પરત કરવામાં નિષ્ફળ રહ્યું છે. EDની તપાસમાં જાણકારી મળી કે પ્રણવ જ્વેલર્સ અને અન્ય જોડાયેલા લોકોએ ભરમાવીને જનતા પાસેથી છેતરપિંડી કરી. તેમણે લોકોને ભરમાવ્યા અને પ્રણવ જ્વેલર્સે પોતાના ઘણા શૉરૂમ રાતોરાત બંધ કરી દીધા હતા. પ્રણવ જ્વેલર્સ ચેન્નાઈ સહિત ઇરોડ, નાગરકોઈલ, મદૂરૈ, કુંબકોણામ અને પુદૂચેરીના શૉરૂમમાં એવી સ્કીમ ચલાવી હતી અને લોકોએ મોટી રકમ રોકાણ કરી હતી, પરં એ લોકો પછી છેતરાયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp